બળાત્કારની ઘટનાઓ વધતા ગૃહમંત્રીના રાજીનામાની માગ
વિશ્વામિત્રી નદીમાં ભ્રષ્ટાચારના રાવણરૃપી રાક્ષસનું વિસર્જન
વડોદરા, ગુજરાતમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં વડોદરામાં કોંગ્રેસે દેખાવો કરીને ગૃહમંત્રીનું રાજીનામું માગ્યું છે.
આજે દશેરાના નિમિતે વડોદરા શહેર કોંગ્રેસે વડોદરા મહાનગર પાલિકામાં બેઠેલા પ્રજા વિરોધી અને ભ્રષ્ટાચારી રૃપી રાવણ જેવા શાસકોથી પ્રજાને મુક્તિ મળે તે માટે હનુમાનજીને પ્રાર્થના કર્યા બાદ વિશ્વામિત્રી નદીના કિનારે ભ્રષ્ટાચારના રાવણરૃપી રાક્ષસનું વિસર્જન કર્યું હતું.
આની સાથે સાથે બેનર પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર ગજવ્યા હતા.
જેમાં ગૃહમંત્રીના રાજીનામાની માગ ઉપરાંત ગેરકાયદે દબાણો દૂર કરવા ભ્રષ્ટાચારીઓને સજા કરવા તેમજ બળાત્કારીઓને ફાંસી આપવા માગ કરી હતી.