Get The App

'ડેલ્ટા પ્લસ'નો : જરોદની શિવનંદન સોસાયટીના તમામ ૨૭ સેમ્પલો કોરોના નેગેટિવ

હેલ્થ ચેકઅપમાં સોસાયટીના તમામ ૨૮૬ લોકો સ્વસ્થ હોવાનુ નિદાન , ડેલ્ટા પ્લસના કારણે શિવનંદન સોસાયટીના રહીશોને ઘરે બેઠા રસી મળી

Updated: Jun 27th, 2021

GS TEAM


Google News
Google News
'ડેલ્ટા પ્લસ'નો : જરોદની શિવનંદન સોસાયટીના તમામ ૨૭ સેમ્પલો કોરોના નેગેટિવ 1 - image

વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડિયા તાલુકાના જરોદ ગામના લોકોએ આજે રાહતનો શ્વાસ લીધો હતો કેમ કે અહી મળી આવેલ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના એક કેસ બાદ આરોગ્ય વિભાગે કેટલાક લોકોના સેમ્પલ લીધા હતા તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ત્રણ દિવસ પહેલા જરોદની શિવનંદન સોસાયટીમાં રહેતા એક ૩૯ વર્ષના મહિલાને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વાયરસનું સંક્રમણ લાગ્યુ હોવાની માહિતીના આધારે જિલ્લા આરોગ્ય તંત્ર જરોદ ખાતે પહોંચ્યુ હતુ અને મહિલા તથા તેના પતિ અને બે બાળકો મળીને ચાર જણના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત આ સોસાયટીમાં રહેતા અન્ય ૨૩ લોકોના પણ સેમ્પલ લેવાયા હતા આ તમામ ૨૭ સેમ્પલોનો રિપોર્ટ આજે આવી ગયો હતો અને તમામ ૨૭ સેમ્પલ કોરોના નેગેટિવ હોવાથી જરોદના લોકોને અને તંત્રને પણ હાશકારો થયો હતો. સોસાયટીમાં કુલ ૧૩૦ મકાનો છે તેમાંથી ૩૩ મકાનો બંધ છે અને ૯૭ મકાનોમાં રહેતા ૨૮૬ લોકોનું પણ હેલ્થ ચેકઅપ કરવામા આવ્યુ હતુ પરંતુ એક પણ વ્યક્તિને કોરોના તો ઠીક પણ અન્ય કોઇ બીમારીના પણ લક્ષણો જણાયા ન હતા.

ઉલ્લેખનીય છે કે જે ૩૯ વર્ષની મહિલાને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વાયરસનું સંક્રમણ લાગ્યુ હોવાની માહિતી કેન્દ્ર સરકાર તરફી મળી હતી તે મહિલાને એપ્રિલ મહિનાના અંતમાં મહારાષ્ટ્ર ખાતે તેના વતનામાં કોરોનાનું સંક્રમણ લાગ્યુ હતુ અને ત્યા સારવાર બાદ કોરોના નેગેટિવ થયા હતા જે બાદ જરોદ પરત ફર્યા હતા.સોસાયટીમાં ૧૧૮ લોકોએ અગાઉ રસી મુકાવી દીધી હતી. ૧૩૫ લોકોનું રસીકરણ બાકી હતુ. આજે ૬૦ લોકોને મળીને બે દિવસમાં ૯૭ લોકોને રસી મુકવામાં આવી છે બાકી રહેલા ૩૮ લોકોને આજે રસી મુકવામાં આવશે.

Tags :