દિલ્લી થી વડોદરાની ફલાઈટ 6 કલાક મોડી : મુસાફરોએ રામધૂન બોલાવી
- એર ઇન્ડિયાની સવારે 4.30 ની ફલાઈટ 10.30 સુધી ઉપડી નહોતી : માતાની અંતિમવિધિ માટે અમેરિકાથી આવી રહેલ પુત્ર રડી પડ્યો
વડોદરા,તા.4 જાન્યુઆરી 2023,ગુરુવાર
દિલ્લી થી વડોદરાની આજે વહેલી સવારે 4:30 ની ફ્લાઈટ છ કલાક બાદ પણ નહીં ઉપાડતા મુસાફરો પકડાયા હતા અને દિલ્હી એરપોર્ટ પર રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો એર ઇન્ડિયાની આ ફ્લાઈટ છ કલાક બાદ પણ નહીં ઉપાડવા છતાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ મુસાફરોએ કર્યો છે.
સવારે 4:30 ની ફ્લાઈટ હોવાથી મુસાફરો દિલ્હી એરપોર્ટ પર રાતના બે વાગ્યાના પહોંચી ગયા હતા. જોકે ફ્લાઈટનો સમય થતાં જ એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટને રીસીડ્યુલ કરવામાં આવી હતી. વારંવાર કરવામાં આવતા મુસાફરો પકડાયા હતા અને એર ઇન્ડિયાના કાઉન્ટર ઉપર તપાસ કરવા જતા અલગ અલગ કારણો બતાવવામાં આવી રહ્યા હતા. ક્યારેક વિઝિબિલિટીનું કારણ આગળ ધરીને અને ક્યારેક પાયલોટ નથી એવું કહીને મુસાફરોને જવાબ આપવામાં આવી રહ્યો હતો જો કે છ કલાક બાદ પણ ફ્લાઈટ નહીં ઉપાડતા આખરે મુસાફરોની આતુરતા ખૂટી પડી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે એર ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ઉદ્ધત જવાબ આપવામાં આવતા દિલ્હી એરપોર્ટ પર જ 120 થી વધુ મુસાફરોએ રામધુન શરૂ કરી દીધી હતી. આ મુસાફરોમાં એક યુવક અમેરિકાથી પોતાની માતાની અંતિમ વિધિ માટે વડોદરા આવી રહ્યો હતો. આવા સમયે જ ફ્લાઈટ છ કલાકથી વધુ લેટ થતા તે રડી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા પણ દિલ્હીથી વડોદરા આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટનો પાઈલોટ ડ્યુટી અવર્સ પૂરા થઈ ગયા છે તેમ કહીને ફ્લાઇટને પરત લઈ જવા માટે ના પાડી દેતા મુસાફરો અટવાઈ ગયા હતા અને વડોદરા એરપોર્ટ પર પણ હોબાળો થયો હતો.