Get The App

દહેગામ સર્વેલન્સ સ્કોડની ટીમે પાલુન્દ્રા ગામે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપ્યા

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
દહેગામ સર્વેલન્સ સ્કોડની ટીમે પાલુન્દ્રા ગામે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપ્યા 1 - image


પોલીસે અંગઝડતી અને દાવ પર મળીને ૧૦,૨૪૦ની રોકડ કબજે લીધી

દહેગામ :   અવાર નવાર જુગાર રમતા શકુનિયોને પોલીસ ઝડપી લઈ તેમની પર કડક કાર્યવાહી કરી રહી છે છતાં શકુનિયોમાં જાણે પોલીસને ખોફ જ ના રહ્યો હોય તેમ બેફામ બનીને જુગારની પ્રવૃતીઓ ચાલુ રાખે છે. ત્યારે પોલીસને સફળતા હાથ લાગી છે. દહેગામ સર્વેલન્સ સ્કોડની ટીમે પેટ્રોલીંગમ દરમિયાન બાતમી આધારે પાલુન્દ્રા ગામે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને તેમની પાસેથી અંગઝડતી અને દાવ પર મળીને ૧૦,૨૪૦ની રોકડ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ સર્વેલન્સ સ્કોડની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન ખાનગી રીતે બાતમી મળી હતી કે પાલુન્દ્રા ગામે બૈયા માતા મંદિર સામે આવેલ ટેકરા ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી  જુગાર રમી રમાડે છે. જે આધારે ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં કેટલાક ઇસમો દૂરથી જુગાર રમતા જણાઈ આવ્યા હતા તેથી ચાર ઇસમોને કોર્ડન કરી ઝડપી લઈને નામ પૂછતાં કનુસિંહ સોમસહ પરમાર ઉ.વ.-૩૧, નગીનભાઈ બીજલભાઈ દેવીપૂજક ઉ.વ.-૬૦, રણસિંહ કોદરસિંહ ચૌહાણ ઉ.વ.-૫૧ અનેદિનેશભાઈ રેવાભાઈ સોલંકી ઉ.વ.-૪૫ તમામ પાલુન્દ્રા ગામના હોવાની ઓળખ આપી હતી. ઝડપાયેલ ઈસમોની અંગઝતી અંગજડતીમાંથી મળેલા રૃ.૯૯૦૦ તથા દાવ ઉપરના રૃ.૩૪૦ મળી કુલ કિંમત રૃ.૧૦,૨૪૦ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ આદરી છે. 


Google NewsGoogle News