વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે છેલ્લી ઘડી સુધી તંત્ર દોડતું રહ્યું : કોર્પોરેશન દ્વારા સુશોભન કરવાનું કાર્ય ચાલુ રહ્યું

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે છેલ્લી ઘડી સુધી તંત્ર દોડતું રહ્યું : કોર્પોરેશન દ્વારા સુશોભન કરવાનું કાર્ય ચાલુ રહ્યું 1 - image

વડોદરા,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં નારી શક્તિ વંદના બિલ અર્થાત મહિલા આરક્ષણ બિલ મંજૂર થયા બાદ સૌ થમ વાર એમની કર્મભૂમિ વડોદરા ખાતે પધારી રહ્યા છે ત્યારે નવલખી મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધવાના છે ત્યારે નવલખી મેદાનમાં જર્મન સમીયાણા વચ્ચે ઠેર ઠેર રંગોળીની સજાવટ કરાઇ છે. ત્યારે બીજી બાજુ હરણી એરપોર્ટથી આજી નગર ગૃહ અને એરપોર્ટ થી રાજમહેલ રોડ થઈ દાંડિયા બજાર અકોટા બ્રિજ થી નવલખી મેદાન સુધી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટે જુદી જુદી સ્કીમો બનાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.  આ ઉપરાંત વડાપ્રધાનના નવલખી સુધીના માર્ગમાં ઠેર ઠેર ડોગ સ્કવોડ સહિત બોમ્બ ડિસ્પોઝ સ્કવોડ દ્વારા પણ સઘન ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવ્યું છે.

વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે છેલ્લી ઘડી સુધી તંત્ર દોડતું રહ્યું : કોર્પોરેશન દ્વારા સુશોભન કરવાનું કાર્ય ચાલુ રહ્યું 2 - image

આ ઉપરાંત વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં કોઈ અડચણ કે અવરોધ ઊભો ન થાય એ માટે વિરોધ પક્ષ સહિત ઠેર ઠેર થી અનેક અસામાજિક તત્વો સહિત કોંગ્રેસી અગ્રણીઓને નજર બંધ કરી ઘર બહાર નહીં નીકળવા તેમના ઘર પાસે પોલીસ બેસાડી દેવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ વડાપ્રધાન મોદી તેમની કર્મભૂમિ ખાતે આવી રહ્યા છે ત્યારે  શહેર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં અનેરો ઉત્સાહ અને આવકારવામાં દેખાઈ રહ્યો છે આ ઉપરાંત શહેરીજનો પણ તેમના લોકલાડીલા નેતાને આવકારવા આતુર નયનને ઇન્તજાર કરી રહ્યા છે ઉપરાંત સભા સ્થળે મંડપ જર્મન ટાઈપ મંડપને આખરી ઓપ આપીને ખુરશીઓથી સજજ કરી દેવાયો છે.


Google NewsGoogle News