Get The App

માનસિક અસ્વસ્થ મહિલાની ડિકમ્પોઝ લાશ ઘરમાંથી મળી

કુદરતી બીમારીના કારણે મોત થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
માનસિક અસ્વસ્થ મહિલાની ડિકમ્પોઝ લાશ ઘરમાંથી મળી 1 - image

વડોદરા,એકલી રહેતી માનસિક અસ્વસ્થ મહિલાની ડિકમ્પોઝ થયેલી લાશ તેમના ઘરમાંથી મળી આવતા  પોલીસને જાણ કરવામાં આવી હતી.  મકરપુરા  પોલીસે સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી છે.

દંતેશ્વર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલા છેલ્લા ૧૦ વર્ષથી માનસિક અસ્વસ્થ હતા.  છેલ્લા ત્રણ દિવસથી પાડોશીઓએ જોયા નહતા. તેમનું ઘર બંધ હતું. બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ તેમના બહેને જાણ કરી હતી. તેઓએ આવીને દરવાજો ખોલતા માનસિક  અસ્વસ્થ મહિલા  મૃત  હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને વધુ તપાસ હાથ ધરી છે. મહિલાનું મોત કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. 


Google NewsGoogle News