વડોદરામાં કોર્ટ કેસ પાછો ખેંચવાના મુદ્દે મહિલાને ધમકી આપતા બેભાન
વડોદરા,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર
અગાઉ થયેલ બનાવ સંદર્ભે કરવામાં આવેલા કોર્ટ કેસ પાછો ખેંચી લેવા મહિલાને ધમકી આપી હોવાથી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ખૈરુનીસાબેન ઇસ્માઇલ શેખ (ઉ.વ.65, રહે. સુપ્રિમ પ્રોવીજન સ્ટોરની બાજુમાં, નવાયાર્ડ છાણી રોડ)એ ફતેગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, હુ સયુક્ત કુટુંબ પરીવાર સાથે રહુ છુ અને ઘરકામ કરીને પરીવારનુ જીવન ગુજરાન ચલાવુ છુ. ગઈ તા.23-02-2024ના રોજ બપોરની જુમ્માની નમાજ બાદ હુ મારા ઘરની બારી પાસે ઉભી હતી. મારા દીકરા નામે મેહબૂમ ઇસ્માઇલ શેખ તેમજ મારા નાના દીયર હનીફ શેખ અમારા ઘરની નીચે ઉભા હતા. મોટો દિકરો ઘરની અગાશી પર ઉભો હતો ત્યારે કલાક 14:30 વાગ્યાની આસપાસ મારા કાકા નામે મોહંમદ યુસુફ ઉર્ફે બાબુભાઇ અબ્દુલ મજીદ શેખ (રહે, એ/147, સંતોકનગર સોસાયટી, નવાયાર્ડ છાણી મેઇન રોડ) નમાજ પડીને ત્યાંથી જતા હતા અને અમારા ઘરની બહાર આવીને તેની એક્ટીવા રોકી અમને ધમકી આપવા લાગેલા કે, કોર્ટમાં કરેલ કેસો પાછા ખેંચી લો, નહિતર તમારા સમગ્ર પરીવારના લાશના ટુકડા પણ નહી મળે. તમો થોડાક દીવસના જ મેહમાન છો. તેવી ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ કનુ જાદવની જેવી હાલત તમારી પણ કરી નાખીશ તેમ કહી ત્યાંથી ભાગી ગયેલ. જ્યારે તેઓ નમાજ પડવા આવે ત્યારે અમોને આંગળી બતાવીને ધમકી ભર્યા ઇશારા કર્યા કરે છે. મને હાઇ પ્રેશરની તલકીફ હોવાથી હુ ગબરાઇને પડી ગયેલ હતી. તેમણે મારી મોહંમદ યુસુફ ઉર્ફે બાબુભાઇ અબ્દુલ મજીદ શેખ (રહે, એ/147, સંતોકનગર સોસાયટી, નવાયાર્ડ છાણી મેઇન રોડ)ના વિરૂધ્ધમાં કોર્ટમાં કરેલ કેસો પાછા ખેંચી લો નહિતર તમારા સમગ્ર પરીવારના લાશના ટુકડા પણ નહી મળે અને તમો થોડાક દીવસના જ મેહમાન છો. તેવી ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ. જ્યારે તેઓ નમાજ પડવા આવે ત્યારે અમોને આંગળી બતાવીને ધમકી ભર્યા ઇશારા કરી અમો વ્રુધ્ધ બાઇ માણસનુ અપમાન કરી ગુનો કરેલ છે.