Get The App

ભાજપના પૂર્વ કોર્પોરેટરને મોબાઇલ પર મારી નાંખવાની ધમકી

કોર્પોરેટરને અગાઉ તેમના સમાજના એક શખ્સ સાથે ઝઘડો થયો હતો

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ભાજપના પૂર્વ કોર્પોરેટરને મોબાઇલ પર મારી નાંખવાની ધમકી 1 - image

વડોદરા,ભાજપના પૂર્વ કોર્પોરેટરને કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી. રોડ પુજા પાર્ક સોસાયટીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર દાદુભાઇ વાલાભાઇ ગઠવીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૦ મી એ મારા મિત્ર ડો. મહેશ પટેલની દીકરીના લગ્ન લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે હતા. હું લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં હાજરી આપીને હું મારા ઘરે જવા નીકળ્યો હતો. હું નવલખી ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો. તે સમયે મારા મોબાઇલ પર રાતે ૯ ઃ ૫૮ કલાકે કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિ મને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે મને કહ્યું કે, તારા છોકરાને મોકલ. મેં પૂછ્યું કે તમે કોણ બોલો છો ? ત્યારે તેણે મને  ગાળો બોલી કહ્યું હતું કે, કેમ તું મને ઓળખતો નથી. તારો બાપ બોલું છું. તેણે મને તથા મારા દીકરાને જાનથી મારી નાંખવાની  ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, દાદુભાઇ ગઢવીને અગાઉ તેમના સમાજના એક શખ્સ સાથે ઝઘડો થયો હતો અને તે બાબતે ફરિયાદો  પણ થઇ છે.


Google NewsGoogle News