Get The App

તરસાલી હાઇવે પરના રેસ્ટોરન્ટમાં રસોઇ બનાવતા સમયે કરંટ લાગતા મોત

ઉત્તરપ્રદેશનો યુવક છેલ્લા બે વર્ષથી રસોઇયા તરીકે કામ કરતો હતો

Updated: Aug 9th, 2024

GS TEAM


Google News
Google News
તરસાલી હાઇવે પરના   રેસ્ટોરન્ટમાં રસોઇ બનાવતા સમયે કરંટ લાગતા મોત 1 - image

વડોદરા,તરસાલી  હાઇવે પરના રેસ્ટોરન્ટમાં રસોઇયા તરીકે કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા રસોડામાં જ તેનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના અલ્હાબાદના સરાઇ ગામે રહેતો ૨૨ વર્ષનો મુસાહેબ નઇમુદ્દીન ખાન વડોદરા તરસાલી હાઇવે દર્શન હોટલની સામે રગાઝો રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ગઇકાલે રાતે રસોડામાં કામ કરતા સમયે ફ્રિઝના વાયરથી કરંટ લાગતા તેને આખા શરીરે દાઝી ગયો હતો. તેનું સ્થળ પર જ મરણ થયું હતું. મકરપુરા પોલીસ સ્ટેશનના  પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ ચૌહાણે સ્થળ પર જઇ ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.  પી.એમ. પછી ડેડબોડી તેના  પરિવારજનોને સોંપી દીધી હતી. ડેડબોડી વતન લઇ જવા માટે તેના પરિવારજનોએ તૈયારી કરી છે.

Tags :