વારસિયામાં પૈસાની લેવડ - દેવડના મુદ્દે મારામારી
ચાર હુમલાખોરો સામે ફરિયાદ
વડોદરા,વારસિયામાં પૈસાની લેવડ - દેવડના મુદ્દે મારામારી થઇ હતી.જ ેઅંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વારસિયા વીમા દવાખાના પાસે સરદારજી મહોલ્લામાં રહેતા કાલુસિંગ ચરણસિંગ સિકલીગરે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૫ મી એ વેપારી ચેનુસિંગ ક્રિપાલસિંગ સિકલીગરે ૧૦ ડુક્કરનો સોદો ૪૨ હજારમાં કર્યો હતો. તેમણે ૨ હજાર આપ્યા હતા. જ્યારે ૪૦ હજાર બે થી ત્રણ દિવસમાં આપવાનું કહ્યું હતું.પરંતુ, તેઓએ રૃપિયા નહીં આપતા હું તેમના ઘરે રૃપિયા લેવા ગયો હતો. તેઓએ રૃપિયા નહી ંઆપતા હું પરત ઘરે આવી ગયો હતો. ત્યારબાદ હું ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો. જૂની આર.ટી.ઓ. ઓફિસ પાસે ચેનુસિંગે મને ઉભો રાખી ઝઘડો કર્યો હતો. તેની સાથે આવેલા અર્જુનસિંગ, ક્રિપાલસિંગ સહિત ત્રણ લોકોએ પણ મને માર માર્યો હતો.