Get The App

ડભોઇના ફાઇનાન્સરે વડોદરામાં મકાન ખરીદ્યું, કબજો માંગતા ધમકી મળીઃલોન પણ લીધેલી હતી

Updated: Dec 14th, 2023

GS TEAM


Google News
Google News
ડભોઇના ફાઇનાન્સરે વડોદરામાં મકાન ખરીદ્યું, કબજો માંગતા ધમકી મળીઃલોન પણ લીધેલી હતી 1 - image

વડોદરાઃ વડોદરાના વાસણારોડ વિસ્તારમાં મકાન ખરીદનાર ડભોઇના ખાનગી ફાઇનાન્સર સાથે ઠગાઇ થતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

ડભોઇની ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ પાન્ડેએ કહ્યું છે કે,હું નાણાં ધીરતો હોવાથી વાસણારોડની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા સંજય શનાભાઇ સોલંકી અને તેની પત્ની મારી પાસે રૃ.૫.૫૦ લાખની રકમ લઇ ગયા હતા.જેનું વ્યાજ નિયમિત આપતા નહતા.

મારે વડોદરામાં મકાન લેવાનું હોવાથી સંજય સોલંકીએ તેનું મકાન વેચવાની વાત કરી હતી.તેણે મકાન ક્લીયર હોવાનું કહી રૃ.૪૫ લાખમાં સોદો કર્યો હતો.તમામ રકમ ચૂકવી દેતાં વેચાણ દસ્તાવેજ થયો હતો.પરંતુ ત્યારબાદ અમે રહેવા ગયા ત્યારે માત્ર ગ્રાઉન્ડ ફ્લોરનું પઝેશન આપ્યું હતું.થોડા દિવસ પછી ઉપરનું પઝેશન આપવાનું કહી સંજયે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.આ ઉપરાંત તેણે મકાન પર લોન પણ લીધી હોવાનું જાણવા મળ્યું છે.જેથી ગોત્રી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.

Tags :