Get The App

૪૪૦૦ વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવાના ફોર્મ ભર્યા નથી, ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ,

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
૪૪૦૦ વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવાના ફોર્મ ભર્યા નથી, ફોર્મ ભરવાની તારીખ  લંબાવાઈ, 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૭૩મા પદવીદાન સમારોહને ધ્યાનમાં રાખીને ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ડિગ્રી મેળવનારા ૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી હજી ૬૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ જ પદવીદાન સમારોહમાં હાજર રહીને કે ગેરહાજર રહીને ડિગ્રી મેળવવા માટે ફોર્મ ભર્યા છે.જ્યારે ૪૪૦૦ જેટલા વિદ્યાર્થીઓના ડિગ્રી ફોર્મ ભરાવાના બાકી છે.જેના કારણે હવે ફોર્મ ભરવાની છેલ્લા તારીખ તા.૧૯ ઓકટોબર રાખવામાં આવી છે.

યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે સમારોહમાં હાજર રહીને ડિગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ દિક્ષાંત સમારોહમાં હાજર રહીને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.જ્યારે ગેરહાજર રહીને ડિગ્રી મેળવવા માગતા વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ પછી તેમના ઘરે સ્પીડ પોસ્ટમાં ડિગ્રી મોકલવામાં આવશે.પીએચડી થનારા વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ પોતાનો વ્હાઈટ બેકગ્રાઉન્ડ સાથેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને પોતાની સહી અપલોડ કરવાની રહેશે.

યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ માટે તૈયારીઓ તો શરુ કરી દેવાઈ છે પરંતુ પદવીદાન સમારોહની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.નવેમ્બર કે ડિસેમ્બરમાં સમારોહ યોજાઈ શકે છે.


degreemsu

Google NewsGoogle News