દારૃડિયાએ પત્નીને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દઇને લાશ ઝાડીમાં ફેંકી દીધી
શાતિગ્રામ નજીકની કોલોનીમાં બનાવ
ચાર બાળકોએ માતાનું વાત્સલ્ય ગુમાવ્યું : દારૃ પીવાની બાબતે પત્ની દ્વારા ઝઘડો કરવાથી મારમાર્યાની આરોપીની કબુલાત
અડાલજ પોલીસ દ્વારા આ બનાવ સંબંધમાં મૃતક મહિલા દિપીકાના
કલોલ રહેતા ભાઇ ભરત ઓમપ્રકાશ પ્રજાપતિની ફરિયાદ પરથી તેના બનેવી અને દિપીકાના પતિ
સોનુ ઉર્ફે મથુરાપ્રસાદ પંચમલાલ પ્રજાપતિ સામે ખુનનો ગુનો દાખલ કરીને કાયદેસરની
કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે ફરિયાદીની સાત બહેનો
પૈકી દિપીકાના લગ્ન ૧૨ વર્ષ પહેલા મથુરાપ્રસાદ સાથે કરવામાં આવ્યા હતાં. ત્યારે
આરોપી અમદાવાના સરસપુર વિસ્તારમાં રહેતો હતો. લગ્નજીવન દરમિયાન દિપીકાએ બે પુત્ર
અને બે પુત્રીને જન્મ આપ્યો હતો. આ દંપતિ હાલમાં શાંતિગ્રામ નજીક પીએસપી કોલોનીમાં
રહીને મજુરીકામ કરી જીવન નિર્વાહ કરતાં હતાં.
ગત તારીખ ૯મીએ રાત્રે પીએસપી કોલોનીમાં જ રહેતા પ્રમોદ
નામના પાડોશીએ ભરતભાઇને ફોન કરીને મથુરાદાસ અને દિપીકા વચ્ચે માથાકુટ થયાંની જાણ
કરી હતી. બીજા દિવસે ભરતભાઇ તેની બહેનની ભાળ પૂછવા આવ્યો ત્યારે ઘરમાં બહેન કે બનેવી
હાજર નહીં હોવાથી બાળકોને પૂછતાછ કરી ત્યારે ભાણીએ તેને કહ્યું હતું, કે તેના પિતા
માતાને લઇને દવાખાને દવા લેવા જવાનું કહીને નીકળ્યાં છે. જેના પગલે મથુરાદાસની
સાંજ સુધી રાહ જોય બાદ આસપાસમાં તપાસ કરવા નીકળ્યા ત્યારે મથુરાદાસ દંતાલી નજીક
રેલવેના પાટા તફથી આવી રહ્યો હતો. તેને પૂછતાં શરૃઆતમાં આડા અવળા જવાબ વાળ્યા બાદ
તેણે દારૃ પીવાની વાતે ઝગડો થયાં બાદ દિપીકાને ગડદાપાટુ માર્યાની અને હાલમાં ઝાડીઓ
પડી હોવાનું જણાવ્યુ હતું. ભરતભાઇએ અન્ય લોકોને સાથે રાખીને તપાસ કરતાં રેલવે
ટ્રેકની સાઇડમાં બાવળની ઝાડીઓમાંથી દિપીકા મૃત હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ
કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ભરતભાઇની ફરિયાદ પરથી ખુનનો ગુનો
નોંધ્યો હતો.