કોમર્સ ફેકલ્ટીમાં મચ્છરનો ઉપદ્રવ વધતા વિદ્યાર્થીઓ પર ડેંગ્યુનો ખતરો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ પર પીવાના પાણીના ધાંધિયાના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે છેલ્લા ૬ મહિનાથી અહીંનુ કૂલર બંધ હોવાથી ફેકલ્ટી દ્વારા રોજ પાણીના જગ મંગાવવામાં આવે છે પણ કૂલર ફરી ચાલુ કરવામાં આવી રહ્યું નથી અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.
ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનનું કહેવું છે કે, ફેકલ્ટીમાં પૂર બાદ હજી ઘણી જગ્યાએ ગંદકી છે.મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે અને તેના કારણે અહીંયા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પર ડેંગ્યુનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.ડીન સમક્ષ સાફ સફાઈ માટે તેમજ કેમ્પસમાં ફોગિંગ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ફેકલ્ટીની પીવાના પાણીની ટાંકીઓ પણ સાફ કરવામાં આવે તે જરુરી છે.