વડોદરાઃ80 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે કેરી,કેળા અને પપૈયાના પાકને ફટકો

Updated: May 14th, 2024


Google NewsGoogle News
વડોદરાઃ80 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે કેરી,કેળા અને પપૈયાના પાકને ફટકો 1 - image

વડોદરાઃ વંટોળિયા સાથે તૂટી પડેલા વરસાદને કારણે વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેતીને મોટો ફટકો પડયો છે.ખેડૂતોએ પાકના ખર્ચ માટે સરકાર વળતર આપે તેવી માંગણી કરી છે.

ગઇકાલે સાંજે ૮૦ કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદને કારણે વડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું અને ઠેર ઠેર વૃક્ષો,મકાનના  પતરાં, હોર્ડિંગ્ઝ,ઇલેકટ્રિકના થાંભલા અને સોલાર પેનલો તૂટી પડવાના બનાવ બન્યા હતા.

તો બીજીતરફ વડોદરાના ગ્રામ્ય વિસ્તારો અને આસપાસના જિલ્લાઓમાં પણ ખેતીના ઉભા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની મહેનત માથે પડી છે.બાજરીનો પાક લગભગ તૈયાર થઇ ગયો હતો અને તેને ઉતારવાની કામગીરી ચાલુ હતી ત્યાંજ વરસાદ અને પવનને કારણે પાક ખરી પડયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આવી જ રીતે કેરીને પણ ભારે નુકસાન થયું છે.જ્યારે,કેળા તેમજ પપૈયા સહિતના પાકને પણ મોટો ફટકોપડયો છે.ખેડૂતો દ્વારા સર્વે કરાવી વળતર આપવાની માંગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News