Get The App

દાહોદના નકલી NA પ્રકરણમાં વધુ ૮ મિલકતધારકો સામે ગુનો

મહેસૂલ વિભાગ દ્વારા હજી પણ એનએ થયેલા સર્વે નંબરોની તપાસ ચાલુ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
દાહોદના નકલી NA પ્રકરણમાં વધુ ૮ મિલકતધારકો સામે ગુનો 1 - image

દાહોદ તા.૧૯ દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ રૃરલ પોલીસ મથકે વધુ આઠ  મિલકત ધારકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે. બનાવટી દસ્તાવેજોના આધારે સરકારના પ્રીમિયમ ચોરીના આ જમીન કૌભાંડમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા બાકી બચેલા ૮૫ પૈકી ૭૬ જેટલા સર્વે નંબરોમાં ચાલી રહેલી તપાસોના ધમધમાટ વચ્ચે આજે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.

દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર બોગસ બિનખેતી પ્રકરણમાં બિનખેતી તેમજ ૭૩ એએ માં મુક્તિ મેળવવા સરકારમાં ભરવાપાત્ર થતી રકમની ચોરી કરી સરકાર જોડે છેતરપિંડીના કેસમાં તાલુકા પંચાયત કચેરીના શંકાસ્પદ ૧૯૭ સર્વે નંબરોમાંથી અગાઉ ૧૧૨ સર્વે નંબરોમાં ફરિયાદ દાખલ થયેલ છે. જેમાં ૧૨૫ કરતાં વધુ લોકો સામે નામ જોગ ગુનો નોંધી ધરપકડો પણ કરવામાં આવી હતી.

બાકી ૮૫ સર્વે નંબરોમાંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા તપાસના અંતે ૯ જેટલા સર્વે નંબરો સાચા નીકળ્યા હતા. જ્યારે અન્ય ૭૬ સર્વે નંબરોમાં બોગસ હુકમ થયા હોવાનું સામે આવ્યંર છે. આજે સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે બે મહિલા સહિત આઠ મિલકત ધારકો સામે વધુ એક ફરિયાદ દાખલ થતા દાહોદમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

એનએ પ્રકરણના આરોપીઓ

- આબીદઅલી તૈયબઅલી જાંબુઘોડાવાલા 

- નજમુદ્દીન તોરાબઅલી વેપારી

- રમિલાબેન ઉકારભાઇ ચુડાસમા 

- યુસુફીભાઇ સૈફુદીનભાઇ જીરૃવાલા 

- મનહરલાલ ગોરધનદાસ નગરાલાવાલા 

- ફરીદાબેન મહેમુદભાઇ કુંજડા 

- દિનેશભાઇ ભુરાભાઇ ડામોર 

- ગનીભાઈ રસુલભાઇ ચાંદ


Google NewsGoogle News