Get The App

દાહોદના નકલી NA પ્રકરણમાં APMCના ડિરેક્ટરની ધરપકડ

APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
દાહોદના નકલી NA પ્રકરણમાં APMCના ડિરેક્ટરની ધરપકડ 1 - image

દાહોદ તા. ૫ દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં પોલીસે  એપીએમસીના ડાયરેક્ટરની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવતા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એપીએમસીના ડાયરેક્ટર દ્વારા  કાળી તળાઈ નજીક આવેલી જમીનમાં એનએના બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી જમીન કૌભાંડ આચર્યું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતા જમીન કૌભાંડ જેમાં એનએ તેમજ ૭૩ એએના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી એક તરફ સરકારના પ્રીમિયમની ચોરી કરી હતી તો બીજી તરફ ઉપરોક્ત જમીનોનું વેચાણ કરી મોટાભાગના ઈસમોને આથક રીતે નુકસાન પહોંચાડવાના આ પૂર્વ આયોજિત કાવતરામાં અત્યાર સુધીમાં નોંધાયેલી ચાર ફરિયાદોમાં કુલ ૧૧૨ જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ થયા છે અને ધરપકડનો દોર ચાલુ છે.

જમીન કૌભાંડમાં શંકાસ્પદ તરીકે જાહેર થયેલા સર્વે નંબરોમાં હાલ પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે તે અરસામાં દાહોદ પોલીસે એપીએમસીના ડાયરેક્ટર નિલેશ બળદવાલની ગઈકાલે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એપીએમસીના ડાયરેક્ટર દ્વારા દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી પ્રેમીનું સર્વે નંબર ૩૧/૧૦ માં બોગસ એનએના હુકમના આધારે ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.



Google NewsGoogle News