Get The App

ડભોઇમાં સરિતા ફાટક વાહનચાલકો માટે ફરી માથાનો દુઃખાવો ઃ બ્રિજ એક સપ્તાહ બંધ

વડોદરાથી જતા અને વડોદરા તરફ આવતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયા

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ડભોઇમાં સરિતા ફાટક વાહનચાલકો માટે ફરી માથાનો દુઃખાવો ઃ બ્રિજ એક સપ્તાહ બંધ 1 - image

વડોદરા, તા.૧૩ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સરિતા ફાટક બ્રિજ જાહેર જનતાના વાહન વ્યવહાર માટે આવતીકાલ તા. ૧૪થી તા.૨૦ સુધી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ જાહેર કરાયો છે. આ રૃટ પરના વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે અન્ય ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા કલેક્ટરે આદેશ ફરમાવ્યો છે.

ડભોઈ ખાતે આરઓબી એલસી૧૯ટ સરિતા ફાટક બ્રિજના રસ્તાનો વૈકલ્પિક ડાયવર્ઝનવાળા રસ્તામાં વડોદરાથી રાજપીપળા તેમજ કેવડીયા આવવા-જવા માટે (ભારે વાહનો માટે) વડોદરા-કપુરાઈ ચોકડી-થુવાવી જંકશનથી રાજલી ચોકડીથી મંડાળા ચોકડી થઈને થરવાસા ચોકડી થઈ રાજપીપળા તેમજ કેવડીયા જવા માટે ઉપયોગ કરવાનો રહેશે. વડોદરાથી રાજપીપળા તેમજ કેવડીયા આવવા-જવા માટે(હળવા વાહનો માટે) વડોદરા-કપુરાઈ ચોકડી-ફરતીકુઈ ગામ થઈ નડા ગામ થઈ થરવાસા ચોકડી થઈ રાજપીપળા તેમજ કેવડીયા જવા માટે ઉપયોગ કરવાનો રહેશે. 

આ ઉપરાંત કેવડીયા, રાજપીપળાથી વડોદરા આવવા-જવા માટેનો રૃટ (ભારે વાહનો માટે) કેવડીયાથી બુજેઠા પાટીયાથી શિનોર ચોકડીથી થરવાસા ચોકડીથી મંડાળા ચોકડીથી રાજલી ચોકડી (થુવાવી જંકશનથી) વડોદરા તરફ જવા માટે ઉપયોગ કરવાનો રહેશે. કેવડીયા, રાજપીપળાથી વડોદરા આવવા-જવા માટે(હળવા વાહનો માટે) રાજપીપળાથી સેગવા ચોકડી-શિનોર ચોકડી-થરવાસા ચોકડી-નડા ગામ-ફરતીકુઈ ચોકડી થઈ વડોદરા શહેર તરફ જવા માટે ઉપયોગ કરવાનો રહેશે. લોકોએ ઉક્ત જણાવ્યા મુજબના ડાયવર્ઝનવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

સુત્રોએ જણાવ્યું હતું કે બ્રિજ પર ડામર લેયરની બાકી કામગીરી કરવા તેમજ વારંવાર થતાં અકસ્માત રોકવા બ્રિજની હેડવોલ પર રંગકામ કરવા અને એક્ષ્પાન્સન જોઇન્ટના રિપેરિંગનું કામ એક સપ્તાહ સુધી ચાલવાનું  હોવાથી વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.



Google NewsGoogle News