ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં સટ્ટો રમાડતા ડભાસાના શખ્સની ધરપકડ
- પાદરા અને રનુંના બે શખ્સ ફરાર
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
સાઉથ આફ્રિકામાં કેએફસી બ્રિસ્બેનહીટ અને મેલબોર્ન રેંજરો ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી 20-20 અને વન-ડે ક્રિકેટ મેચમાં ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સની પાદરા તાલુકાના ડભાસા ગામેથી ધરપકડ કરવામાં આવી હતી.
જિલ્લા એલસીબીએ ડભાસા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા જયેશ ઉર્ફે વિકાસ હસમુખભાઈ શાહની બે મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. તે મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન દ્વારા મોબાઈલ સટ્ટો રમાડતો હતો પોલીસે પાદરા તાજપુરા રોડ પર રહેતો વિષ્ણુ તેમજ રનુંમાં રહેતા વિક્રમ પ્રવીણ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે