સિમેન્ટ મિક્ષર મશીનની અડફેટે સાયકલ સવારનું મોત
અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા
વડોદરા,નોકરીથી છૂટીને સાયકલ પર ઘરે જતા આઇ.ઓ.સી.એલ.ના કર્મચારીને સિમેન્ટ મિક્ષર મશીને ટક્કર મારતા તેઓનું મોત થયું હતું. જે અંગે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના અંકોડિયા ગામે સીતારામ મહોલ્લામાં રહેતા કાલીદાસભાઇ ખોડાભાઇ હરિજન આઇ.ઓ.સી.એલ. માં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. આજે સાંજે નોકરીથી છૂટીને પોણા પાંચ વાગ્યે સાયકલ લઇને ઘરે જતા હતા. તે દરમિયાન સિમેન્ટ મિક્ષર વાહને તેઓને ટક્કર મારી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. તેઓનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જવાહર નગર પી.આઇ. એ.બી. મોરીએ સ્થળ પર જઇને લોકોને સમજાવીને મામલો થાળે પાડયો હતો.