બેફામ પથ્થરમારો કરતા ટોળાનો દેકારો,આ લોકોને કાપી નાંખો, જીવતા જવા દેવાના નથી

પોલીસે ટોળા સામે ગુનો દાખલ કર્યો : ૧૮ ઓળખાયા : પાંચ પકડાયા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News

સાવલી,બેફામ પથ્થરમારો કરતા ટોળાનો દેકારો,આ લોકોને કાપી નાંખો, જીવતા જવા દેવાના નથી 1 - imageસાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભાયાત્રા પર પથ્થરમારો કરી તંગદિલી ફેલાવનાર તોફાનીઓએ ધાબા પરથી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો કરનાર ટોળા પૈકી ૧૮ તોફાનીઓ ઓળખાઇ જતા મંજુસર પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે પાંચ તોફાનીઓને ઝડપી પાડી અન્યની શોધખોળ હાથ ધરી છે.

મંજુસર ગામ સુથાર ફળિયામાં રહેતા ગિરીશભાઇ ચીમનલાલ પંચાલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે પાંચ વાગ્યે હું તથા અમારા ગામના અન્ય લોકો વેરાઇ માતાના ચોકમાંથી ટ્રેક્ટરમાં ગણેશજીની મૂર્તિ લઇ વિસર્જન કરવા માટે નીકળ્યા હતા. અમારી આગળ મહાદેવ ફળિયાના ગણેશજીની વિસર્જન યાત્રા હતી. સાંજના સાડા છ વાગ્યે વિસર્જન યાત્રા ગરાસીયા મહોલ્લામાં  પહોંચતા અચાનક અગાશી પરથી પથ્થરમારો શરૃ થયો હતો. વિક્રમ ચીમનભાઇ વાઘેલાના ઘરની અગાશી પરથી વસિમ જશભાઇ વાઘેલા, જશભાઇ નારસંગભાઇ વાઘેલા, રણજીત લક્ષ્મણભાઇ, યાસિન વાઘેલા તથા મહંમદ વાઘેલા પથ્થરમારો કરતા હતા. તેમજ લાલા રાયસંગ  હોટલવાળાના ઘર પરથી લાલો વાઘેલા, નજીર અબ્બાસભાઇ વાઘેલા, જીગર અબ્બાસભાઇ વાઘેલા, અબ્બાસ વાઘેલા, સચિન વાઘેલા, સાહિલ વાઘેલા પથ્થરમારો કરતા હતા. મહોલ્લામાંથી કિરણ રિક્ષાવાળો, સાગર વાઘેલા, સહેજાન વાઘેલા, નાસિર વાઘેલા, તોસિફ વાઘેલા,ફરીદ વાઘેલા પથ્થરમારો કરતા હતા.

પથ્થરમારો કરનાર આરોપીઓ બેફામ પથ્થરમારો કરી બોલતા હતા કે, આ લોકોને કાપી નાંખો, જીવતા જવા દેવાના નથી. ટોળાએ જીવલેણ હુમલો કરી મૂર્તિને ખંડિત કરી હતી. ટોળું ભાગી ગયા પછી વસિમ ધારિયું લઇને નીકળ્યો હતો. આ હુમલામાં અર્જુન અમરી,સંદિપ ચૌહાણ, જીતેન્દ્ર, અરવિંદ વણજારાને ઇજા થઇ હતી. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હુમલો કર્યો હતો.



શાંતિ સમિતિની બેઠક નિરર્થક પુરવાર થઇ

સાવલી,સાવલી તાલુકાના મંજુસર ખાતે અવાર - નવાર નાની-નાની બાબતોમાં  કોમી છમકલા થાય છે. ગામની શાંતિમાં પલિતો ચંપાય છે. તેના પગલે સમગ્ર તાલુકામાં  રોષ ની લાગણી છે. તેમજ ે કસુરવારો સામે કડક કાર્યવાહી થાય  તેવી માંગ ઉઠી છે. જિલ્લા પોલીસ દ્વારા તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટીંગ યોજાય છે. બંને કોમના   અગ્રણીઓને ભેગા કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા માટે સમજ આપવામાં આવે છે. તેમછતાંય  કેટલાક અસામાજિક તત્વો ગામની શાંતિ નષ્ટ કરે છે . જેના કારણે શાંતિ સમિતીની બેઠક નિરર્થક પુરવાર થાય છે.


કોમી તોફાનના વીડિયો વાયરલ થયા

સાવલી, સાવલી તાલુકાના મંજુસર ગામે ગઇકાલે  ગણપતિ વિસર્જન ની શોભા યાત્રા પર થયેલ પથ્થર મારા મુદ્દે હાલ સમગ્ર ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી  રહી છે. જિલ્લા પોલીસવડા, નાયબ પોલીસવડા, એસ.ઓ.જી ,એલસીબી અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠલ હાલ  પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. આજે દિવસ દરમિયાન ગઈકાલની ઘટનાના વીડિયો વાયરલ થયા હતા. પોલીસ વિભાગ તમામ વીડિયો પર અને તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે. 


કોમી તોફાનમાં પકડાયેલા પાંચ આરોપીઓ

 વડોદરા, મંજુસર ગામમાં ગઇકાલે રાતે થયેલા કોમી તોફાનના બનાવમાં સામેલ પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં (૧) અબ્બાસ પુજાભાઇ વાઘેલા (૨) વસિમ જશભાઇ વાઘેલા (૩) જશભાઇ નારસીંગભાઇ વાઘેલા (૪) નજીર અબ્બાસભાઇ વાઘેલા તથા (૫) જીગર અબ્બાસભાઇ વાઘેલા ( તમામ રહે. મંજુસર ગામ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News