વડોદરાના જરોદ પોલીસ સ્ટેશનના લાંચિયા વહીવટદાર નિર્મલસિંહની લાંચ કેસમાં ધરપકડ
વડોદરા,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એલપીજી ગેસ ચોરીના કૌભાંડમાં એક ગોડાઉનના માલિકને ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા અઢી લાખની લાંચ પૈકી રૂપિયા 70 હજારની લાંચ લેવાના કેસમાં અગાઉ જરોદ પોલીસ સ્ટેશનના વહીવટદાર તેમજ કોન્સ્ટેબલ નિર્મલસિંહના વચ્ચેટીયા ભરત જયસ્વાલની લાંચની રકમ સાથે એસીબીએ ધરપકડ કરી હતી. જે તે સમયે નિર્મલસિંહ ફરાર થઈ ગયો હતો દરમિયાન લાંબા સમય બાદ તે એસિબીમાં હાજર થતા એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.