સોશિયલ મીડિયા અને પોલીસની કડકાઈને લીધે વડોદરા પોલિટેકનિક બહાર કર્ફ્યુનો માહોલ
Loksabha Election 2024 Result : વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવતી મત ગણતરી દરમિયાન પહેલી વખત અત્યંત નીરસ અને કર્ફ્યુ જેવો માહોલ જોઈ રાજકીય પક્ષના કાર્યકરો અચરજમાં મુકાઈ ગયા હતા.
વડોદરા લોકસભા બેઠકની પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવનાર હોવાથી વહેલી સવારથી પોલિટેકનિક કોલેજનો મેન રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ફતેગંજ બ્રિજ થી પંડ્યા બ્રિજ સુધીનો વાહન વ્યવહાર બીજા માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
પોલિટેકનિક કોલેજ ખાતે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનો કડક રીતે અમલ કરાવવામાં આવતો હતો. જેને કારણે પોલિટેકનિક કોલેજની બહાર દર વખતે ચૂંટણી ન મતગણતરી દરમિયાન ઢોલ,નગારા,ડીજે,રાજકીય પક્ષોના ઝંડા સાથે જોવા મળતા કાર્યકરો ક્યાંય નજરે પડતાં ન હતા.
આ ઉપરાંત સોશિયલ મીડિયાના કારણે પણ પહેલીવાર મત ગણતરી કેન્દ્રની બહાર નીરસ અને કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.