Get The App

ચણા અને રાઇનું વાવેતર કરવાથી ખેડૂત ઘંઉની સરખામણીએ આવક રળી શકશે

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
ચણા અને રાઇનું વાવેતર કરવાથી ખેડૂત ઘંઉની સરખામણીએ આવક રળી શકશે 1 - image


મોંઘા મૂલના પાણીના બચાવ થવા સાથે

ગાંધીનગર જિલ્લામાં ભૂગર્ભ જળ ચિંતાજનક રીતે ઉંડા ઉતરી ગયાં હોવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનું જરૃરી બન્યું

ગાંધીનગર :  ખેતી માટે ખરીફ મોસમ પુરી થઇ છે. આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ચણા અને રાઇનું વાવેતર કરવામાં આવશે તો આ બન્ને પાકોને ઘંઉની સરખામણીએ પાણી ઓછું જોઇશે અને ઘંઉની સરખામણીએ આવક પણ વધુ થશે. મોંઘા મૂલના પાણીના પાણીનો બચાવ કરો જરૃરી છે. ત્યારે એ વાત પણ નોંધવી રહેશે, કે ગાંધીનગર જિલ્લામાં ભૂગર્ભ જળ ચિંતાજનક રીતે ઉંડા ઉતરી ગયાં હોવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનું જરૃરી બન્યું છે.

ઓછા પાણીએ અને ઓછી મહેનતે ખેતીમાં વધુ આવક મેળવવા ઘઉં અને ડાંગરના બદલે રાઇ અને કઠોળ પાકોનું વાવેતર કરવા ખેડૂતોને અપિલ કરી છે. કેમ, કે ઘઉંમાં પ્રતિ હેક્ટરે ૭૫ હજારની સામે રાઇમાં ૧ લાખથી વધુ અને ચણાના પાકમાં ૮૫ હજારથી વધુની આવક મળે છે. ઘઉંમાં વધુ ઉત્પાદન મેળવવા ઓરવણ ઉપરાંત વાવણી પછી છ પિયત આપવા પડે છે. જિલ્લાની ત્રણ વર્ષની ઘઉંની સરેરાશ ઉત્પાદકતા ૩૫.૧૦  ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હતી. ગત વર્ષના ટેકાના ભાવની ગણતરી એક હેક્ટર ઘઉંમાંથી આવક રૃપિયા ૭૪૫૮૭ પ્રતિ હેક્ટર થાય અને તેનું ભુસુ ઢોરના માટે સૂકા ચારા તરીકે મળે છે. પરંતુ રાઈનો પાક ઓરવણ પછી ત્રણથી ચાર પિયતથી પાકી જાય છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષની રાઇની સરેરાશ ઉત્પાદકતા ૧૮.૫૪ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હતી. રાઈના પાકમાંથી હેક્ટરે રૃપિયા ૧,૦૧,૦૪૩ની આવક થાય છે. રાઈની સાથે એક હેક્ટરે રજકાનું પાંચ કિલોગ્રામ બિયારણ મિશ્ર કરી વાવવાથી ઘાસચારો પણ મળી રહે છે. ગાંધીનગર જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની ચણાની ઉત્પાદકતા ૧૫.૯૮ પ્રતિ ક્વિન્ટલ ધ્યાને લેતા ચણામાંથી હેક્ટર રૃપિયા ૮૫૨૫૩ના વળતર સાથે પશુધન માટે પ્રોટીન સભર સુકોચારો મળી રહે છે. આ ઉપરાંત વટાણા અને રાજમા જેવા કઠોળ પાકો તથા રાજગરાને પણ વાવી શકાય છે.


Google NewsGoogle News