Get The App

દિવેલાનું વાવેતર ૨૦ હજાર હેક્ટરે અને ડાંગરનું ૧૨ હજાર હેક્ટરને પાર પહોંચ્યું

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News

જિલ્લામાં ખરીફ વાવેતર પૂર્ણતાના આરે

વાવેતરની ટકાવારીમાં દહેગામ તાલુકો પ્રથમગાંધીનગર તાલુકો બીજામાણસા તાલુકો ત્રીજા અને કલોલ તાલુકો ચોથા ક્રમાંકે રહ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણતાએ પહોંચી ગયું છે. જિલ્લામાં મોસમનો વરસાદ ૧૨૧ ટકાને પાર થયો છે. પરંતુ આ વર્ષે વાવેતર હજુ સુધી ૧૦૦ ટકા થયું નથી. વાવેતરની ટકાવારીમાં દહેગામ તાલુકો પ્રથમ, ગાંધીનગર બીજા, માણસા ત્રીજા અને કલોલ તાલુકો ચોથા ક્રમાંકે રહ્યો છે. જિલ્લા ખેતીવાડી શાખાના સુત્રો મુજબ દિવેલાનું વાવેતર ૨૦ હજાર હેક્ટરે અને ડાંગરનું ૧૨ હજાર હેક્ટરને પાર પહોંચ્યું છે.

કૃષિ વિભાગના સુત્રો પ્રમાણે ગાંધીનગર જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની વિવિધ ખરીફ પાકના વાવેતરની સરેરાશ ૧,૨૭,૦૮૬ હેક્ટરની છે. તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૧,૨૩,૧૧૦ હેક્ટરમાં વાવેતર થયું છે. મતલબ કે હજુ સરેરાશની સામે ૪ હજાર હેક્ટર જેટલી વાવેતરમાં ઘટ રહેલી છે. ત્યારે મુખ્ય પાક દિવેલા અને ડાંગર બાદ મગફળીનું વાવેતર ૧૫,૮૭૮ હેક્ટરમાં, કપાસનું ૧૯,૨૨૫ હેક્ટરમાં અને ગુવારનું ૩,૬૭૭ હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. ઉપરાંત ઘાસચારાનું ૩૪,૨૬૮ હેક્ટરમાં, શાકભાજીનું ૧૪,૫૩૮ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે બાજરીનું ૮૦૪ હેક્ટરમાં, મગનું ૭૩૬ હેક્ટરમાં, અડદનું ૬૩૦ હેક્ટરમાં, તલનું ૨૨૮ હેક્ટરમાં અને વરીયાળીનું વાવેતર ૧૯૧ હેક્ટરમાં થયાનું નોંધવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા જે પાકનું વાવેતર જ કરવામાં આવ્યું નથી. તેવા પાકમાં જુવાર, મકાઇ, તમાકુ અને કેળનો સમાવેશ થાય છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ અને કેટલું વાવેતર નોંધાયાં

ઓણ સાલ ખેડૂતોને મોજ પડી જાય તે પ્રાકરે મેઘરાજાનું આવાગમન થયું નથી. વધારામાં વરસાદની ટકાવારી જોઇએ તો માણસા તાલુકામાં ૧૬૨ ટકા, દહેગામ તાલુકામાં ૧૪૬ ટકા, કલોલ તાલુકામાં ૯૦ ટકા અને ગાંધીનગર તાલુકામાં ૮૩ ટકા જોવો વરસાદ નોંધાયો છે. તેની સામે ખરીફ પાકના વાવેતરમાં દહેગામ તાલુકામાં ૯૮ ટકાથી વધુ, ગાંધીનગર તાલુકામાં ૯૭ ટકા, કલોલ તાલુકામાં ૯૫ ટકાથી વધુ અને માણસા તાલુકામાં ૯૬ ટકાથી વધુ મળીને જિલ્લાનું વાવેતર ૯૭ ટકાએ પહોચ્યુ છે.


Google NewsGoogle News