Get The App

ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડરની પત્ની પોલીસ સમક્ષ હાજર

બિલ્ડરની પત્ની સામે બાપોદ ઉપરાંત ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ હતી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડરની પત્ની પોલીસ સમક્ષ  હાજર 1 - image

 વડોદરા,ન્યૂ વી.આઇ.પી.રોડ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમમાં  દુકાનો બુક કરીને ગ્રાહકો  પાસેથી રૃપિયા પડાવતા બિલ્ડરની  પત્ની  ગુના દાખલ થયા પછી ફરાર થઇ ગઇ હતી . બિલ્ડરની પત્ની આજે બાપોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વર્ષ - ૨૦૧૫ માં કેયા બિલટેક એલએલપી નામની  પેઢીના ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ મૂકી હતી. તે સ્કીમમાં  દુકાનોના બુકીંગ પેટે બિલ્ડરે ગ્રાહકો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવી પઝેશન નહીં આપી છેતરપિંડી કરી હતી. જ ેઅંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરની સામે ૧૩ ગુના દાખલ થયા હતા.  આ કેસમાં બિલ્ડરની  પત્ની રૃપલ પટેલ પણ સામેલ હોવાથી તે ફરાર હતી. તેણે  હાઇકોર્ટમાં કરેલી અરજી બાદ આજે સાંજે તે બાપોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી.  પોલીસે ત્રણ કલાક સુધી તેનું નિવેદન લીધું હતું. અને ત્યારબાદ પોલીસે તેને જવા દીધી  હતી.


Google NewsGoogle News