વડસર વિસ્તારમાં કોટેશ્વર મંદિર નજીક મહાકાય મગરનું દોઢ કલાકે રેસ્ક્યૂ
વડોદરાઃ વડસર વિસ્તારમાં વધુ એક મહાકાય મગર મળી આવતાં તેને પકડતાં નાકે દમ આવી ગયો હતો.
વિશ્વામિત્રી નજીક આવેલા વડસરના કોટેશ્વર મંદિર વિસ્તારમાં રાતે સાત ફૂટનો મગર આવી ગયો હતો.એક મકાન સુધી મગર આવી જતાં રહીશો ગભરાયા હતા.
જીવદયા સંસ્થાને જાણ કરાતાં જયેશ પટેલ અને કાર્યકરોએ મગરને પકડવા માટે દોઢ કલાક સુધી મહેનત કરી હતી.આખરે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ થતાં તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.