Get The App

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા બાદ મગરની એન્ટ્રી, ફોરેસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ

Updated: Aug 2nd, 2024

GS TEAM


Google News
Google News
વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા બાદ મગરની એન્ટ્રી, ફોરેસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ 1 - image


Vadodara News : વડોદરા સેન્ટ્રલ જેલમાં વહેલી સવારે મગરનું બચ્ચું ઘુસી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વિશ્વામિત્રીના કિનારે આવેલી વડોદરા સેન્ટ્રલ જેલમાં અવારનવાર જળચર જીવો આવી જવાના બનાવો બનતા હોય છે. બે દિવસ પહેલા જેલની અંદર કોબ્રા આવી જતા જીવદયા કાર્યકરોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું. 

આ બનાવના 24 કલાકમાં વધુ એક બનાવ બન્યો છે. જેમાં ત્રણ ફૂટનું મગરનું બચ્ચું જેલ પરિસરમાં આવી જતા ફોરેસ્ટ વિભાગની મદદ લેવામાં આવી હતી. મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ કરવામાં આવી છે.

વધુ વાંચો : વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા નીકળ્યો : ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

Tags :