વડોદરામાં વાઘોડિયાના ગુતાલ ગામે મગરે આધેડનો શિકાર કર્યો, વેમાલીમાં મગરનું રેસ્ક્યુ
વડોદરા,તા.11 સપ્ટેમ્બર 2023,સોમવાર
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મઘરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો હોવાનું બનાવ બનતા ગ્રામજનોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી. વાઘોડિયાના ગુતાલ ગામે સુર્યા નદીમાં ગઈકાલે રઈજી ભુપતભાઈ પરમાર નદીમાં હાથ ધોવા માટે ઉતર્યા તે દરમિયાન અચાનક મગરે હુમલો કર્યો હતો અને સાથળના ભાગેથી પકડીને અંદર ખેંચી જતા રવજીભાઈએ બુમરાણ મચાવી હતી.
ગ્રામજનોએ મગરના મોઢામાંથી આધેડને છોડાવ્યો બનાવને પગલે આસપાસના ખેતરમાંથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને નદીમાં લાકડી પછાડી હાકોટા કરતા મગર શિકાર છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગ્રામજનો ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
લીમડા ગામના તળાવમાં ડૂબેલા વ્યક્તિ ને મગર ખેંચી ગયો હોવાની વાત ફેલાઈતો બીજી તરફ વાઘોડિયા તાલુકાના લીમડા ગામે પણ એક ગ્રામજન તળાવમાં ડૂબી જતા ત્યાં મગર હોવાને કારણે ગ્રામજનને મગર ખેંચી ગયો હોવાની વાત વહેતી થઈ હતી. જોકે ડૂબેલા શખ્સ નો મૃતદેહ બહાર કાઢતા ઈજાના કોઈ નિશાન જણાઈ આવ્યા ન હતા. જેથી મગર હુમલો કર્યો નહીં હોવાનું જણાઈ રહ્યું છે. આમ છતાં તબીબી અભિપ્રાય મેળવવા માટે ફોરેસ્ટ વિભાગે તજવીજ કરી છે.
વડોદરા પાસે વેમાલી ગામે ખેતરમાંથી મગરનું રેસ્ક્યુ વડોદરામાં વારંવાર મગરો માનવ વસ્તીમાં આવી રહ્યા છે ત્યારે વેમાલી ગામે આજ પ્રકારનું વધુ એક બનાવ બન્યો હતો. જેમાં ખેતરમાં આવી ગયેલા સાડા છ ફૂટ ના મગરનું ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કર્યું હતું.