વડોદરાના રેલવે ટ્રેક પર સાડાચાર ફૂટનો મગર કપાયેલો મળ્યો,સમા રોડ પર પણ મગર વાહનની અડફેટે આવ્યો હતો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
વડોદરાના રેલવે ટ્રેક પર સાડાચાર ફૂટનો મગર કપાયેલો મળ્યો,સમા રોડ પર પણ મગર વાહનની અડફેટે આવ્યો હતો 1 - image

વડોદરાઃ વડોદરાના પ્રતાપનગર રેલવે ટ્રેક પર મગરનો મૃતદેહ મળી આવતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વિશ્વામિત્રી થી પ્રતાપનગર વચ્ચેના રેલવે ટ્રેક પર થી આજે સવારે સાડાચાર ફૂટનો એક મગર કપાયેલી  હાલતમાં મળી આવ્યો હતો.મગરના માથાનો ભાગ કપાઇ ગયો હોવાથી તેનું મોત થયું હતું.

બનાવની જાણ પ્રાણી ક્રૂરતા નિવારણના આગેવાનને કરાતાં તેઓ કાર્યકરો સાથે બનાવના સ્થળે આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ બોલાવી લીદા હતા.કાર્યકર રાજ ભાવસારે કહ્યું હતું કે,મગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેની અંતિમવિધિ કરવામાં આવશે.

નોંધનીય છે કે,ત્રણેક વર્ષ પહેલાં સમા રોડ પર એક વાહનની અડફેટે આવી ગયેલા મગરનું પણ આવી જ રીતે મોત થયું હતું.


Google NewsGoogle News