વડોદરામાં ઠેકઠેકાણે મગરનો પડાવ, સાંકરદામાં માછલીની જાળમાં મગર પકડાયો

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ઠેકઠેકાણે મગરનો પડાવ, સાંકરદામાં માછલીની જાળમાં મગર પકડાયો 1 - image


Crocodile in Vadodara : વડોદરામાં નદી તળાવ તેમજ નાળાઓમાં મગરના પડાવ જોવા મળી રહ્યા છે. જેની સાબિતી રૂપે આજે વડોદરા નજીકના ગામ તળાવમાંથી માછલી પકડવાની જાળમાં મગર પકડાયો હોવાનો બનાવ બન્યો છે.

વડોદરા પાસે છાણી નજીક આવેલા સાકરદા ગામના તળાવમાં આજે માછીમારી માટે જાળ બીછાવવામાં આવી હતી ત્યારે જાળનું વજન વધી જતા માછીમારો અચરજ પામ્યા હતા. તેમણે ભારે મુશ્કેલી બાદ જાળ બહાર કાઢતા માછલીઓની જગ્યાએ પાંચ ફૂટનો વજનદાર મગર મળી આવ્યો હતો. 

બનાવની જાણ ફોરેસ્ટ વિભાગની કરાતા તેમને મગરનું રેસક્યૂ કરી ફોરેસ્ટની ઓફિસે લવાયો હતો.


Google NewsGoogle News