ઇઝરાયેલના વિરોધમાં વડોદરામાં દેખાવો થતા ગુનો નોંધાયો, બે ની અટકાયત

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલના વિરોધમાં વડોદરામાં દેખાવો થતા ગુનો નોંધાયો, બે ની અટકાયત 1 - image

વડોદરા,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર 

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ગઈકાલે બપોરે ઇઝરાયેલના વિરોધમાં પોસ્ટરો સાથે દેખાવો કરવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ આવી જતા બે  જણાની અટકાયત કરી હતી.

વડોદરામાં સભા સરઘસબંધી તેમજ ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ છે ત્યારે તાંદલજાની ફૈઝ સ્કૂલ પાસે કેટલાક લોકો ઇઝરાયેલના વિરોધમાં અને પેલેસ ટાઈમના સમર્થનમાં દેખાવો કરી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે 10 થી 15 જેટલા લોકો હાથમાં ઇઝરાયેલ વિરોધી પોસ્ટર લઈને રેલી કાઢી રહ્યા હતા. તેઓની પાસે પરવાનગી માંગતા રેલી ની કોઈ પરવાનગી લીધેલ ન હતી. જેથી દેખાવો કરતા હસનેન સલીમભાઈ બેલીમ (ખ્વાજા એપાર્ટમેન્ટ, અલ અમીન કોમ્પ્લેક્સ પાસે કારેલીબાગ) અને ફૈઝલ ફારુકભાઈ શેખ (કૃષ્ણનગર ,બેસિલ સ્કૂલ પાસે, તાંદલજા) અને આમિર ખાન સલીમ ખાન પઠાણ સામે જાહેનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પૈકી હસનેન અને ફૈઝલની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજા વિખેરાઈ જતા તેઓની તપાસ કરવામાં આવી છે.


Google NewsGoogle News