રોંગ સાઇડ વાહન ચલાવતા ૬૮ લોકો સામે ગુનો દાખલ
૧૨૦ વાહન ચાલકોને રોંગ સાઇડ વાહન નહીં ચલાવવા માટે પોલીસે સમજ આપી
વડોદરા,રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો સામેની ઝુંબેશ દરમિયાન ટ્રાફિક પોલીસે શહેરના અલગ - અલગ ૧૪ પોઇન્ટ પર ૩૪૧ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.
શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકોના કારણે અવાર - નવાર અકસ્માતો સર્જાય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ડ્રાઇવ દરમિયાન કુલ ૧૪ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ૪ દિવસમાં રોંગ સાઇડ વાહન ચલાવતા કુલ ૧૨૦ વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ૨૩ વાહન ચાલકો પાસેથી બાકી પડતા ઇ - ચલણની વસુલાત કરવામાં આવી હતી.રોંગ સાઇડ વાહન ચલાવતા કુલ ૬૮ વાહન ચાલકો સામે એમવી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.