Get The App

પહેલા લગ્નના છૂટાછેડા લીધા વગર જ બીજા લગ્ન કરી લેનાર પતિ સામે ગુનો દાખલ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
પહેલા લગ્નના છૂટાછેડા લીધા વગર જ બીજા લગ્ન કરી લેનાર પતિ સામે ગુનો દાખલ 1 - image


- પહેલા લગ્ન હયાત હોવા છતાં પણ બીજી યુવતી સાથે લગ્ન કરી લેનાર પતિ સામે પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી પરણિતાને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન જાન્યુઆરી 2016માં રામ પ્રતાપ જયરામ નિસાદ રહેવાસી શિવનગર ગાજરાવાડી સાથે થયા હતા. લગ્નના છ મહિના પછી મને પેટમાં દુખાવો થતા ડોક્ટર પાસે રિપોર્ટ કરાવતા ગાંઠ હોવાનું નિદાન થયું હતું જેની સારવારનો અડધો ખર્ચ મારા પિયરમાંથી આપ્યો હતો. ત્યારબાદ બીજી બે વખત મારે ઓપરેશન કરાવવું પડતા તે તમામ ખર્ચો મારા પિયરમાંથી આપવામાં આવ્યો હતો. મારા પતિને મોટો કોન્ટ્રાક્ટ રાખવો હોય ત્યારે પિયરમાંથી પૈસા લઈ આવવા માટે જણાવતા હતા. તેઓ કહેતા હતા કે અમને વધુ દહેજ મળશે તેવી આશાએ તું કાળી હોવા છતાં તારી સાથે લગ્ન કર્યા છે.

ગાંઠનું ઓપરેશન થયા પછી ડોક્ટરે મને કહ્યું હતું કે તમે નળી સાફ કરી તેની સારવાર કરાવશો તો બાળક થવાની શક્યતા છે અને ટેસ્ટ ટ્યુબ બેબી થી પણ બાળક થઈ શકે છે. પરંતુ મારા પતિએ તે માટે ના પાડી દીધી હતી કે અમારા ખાનદાનમાં આવું ના ચાલે અને પહેરેલા કપડે મને કાઢી મૂકી હતી.

થોડા સમય પછી તેઓ મને સમાધાન કરીને લઈ ગયા હતા પરંતુ મારી સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો કે સંતાન બાબતે પણ કોઈ સારવાર કરાવી ન હતી ફેબ્રુઆરી 2022 માં તેમને એક મોટા કોન્ટ્રાક્ટ માટે પૈસાની જરૂર હોય મને પિયરમાંથી પાંચ લાખ લઈ આવવા માટે કહ્યું હતું પરંતુ મારા માતા-પિતા આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી મારા પતિ તથા સાસુ સસરાએ મને પહેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ મારા પતિ રામ પ્રતાપે જૂન 2023 ના રોજ યુપીના બાસવાડા ગામે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા મેં મારા પતિને આ અંગે કહેતા તેઓએ ધમકી આપી હતી કે તારાથી થાય તે કરી લે.


Google NewsGoogle News