જેલમાં મોબાઇલ ફોન વાપરતા કેદીઓ સામે ગુનો દાખલ

એક મોબાઇલ, સીમ કાર્ડ અને તંબાકુના ચાર પેકેટ કબજે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
જેલમાં મોબાઇલ ફોન વાપરતા કેદીઓ સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,જેલમાં મોબાઇલ ફોન અને તંબાકુનો ઉપયોગ કરતા ત્રણ કેદીઓ સામે રાવપુરા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જેલમાં ઝડતી સ્કવોડના કર્મચારીઓ દ્વારા યાર્ડ - ૧૨ ખોલી નંબર ૭માં ઝડતી કરવામાં આવતા બાથરૃમના નળની નીચે ખાડો કરીને સંતાડેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ તપાસ દરમિયાન તંબાકુના ચાર પેકેટ અને સીમકાર્ડ મળી આવ્યા હતા. જે અંગે જેલના કેદીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સજા ભોગવતા કેદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ હસમુખભાઇ પરમારના મોબાઇલ છે. જ્યારે અન્ય એક કેદી સલીમ ઉર્ફે લંગડો ઇમ્તિયાઝભાઇ  શેખ તથા અઝીમુદ્દીન અહમદભાઇ અનસારી ત્રણેય ભેગા મળીને આ વસ્તુઓ વાપરતા હતા. જે અંગે ડયૂટિ જેલર આર.એમ. પંડિતે ત્રણેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News