વડોદરા પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટેની ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા બદલાઇ,હવે ઝોન દીઠ મીટિંગ
વડોદરાઃ વડોદરા પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે પોલીસ કમિશનર દ્વારા બોલાવવામાં આવતી ક્રાઇમ કોન્ફરન્સમાં ફેરફાર કરીને નવી પ્રથા શરૃ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા પોલીસનીકામગીરીની સમીક્ષા કરવા માટે પોલીસ કમિશનર દ્વારા દર મહિને ક્રાઇમ કોન્ફરન્સ બોલાવવામાં આવતી હતી.જેમાં જોઇન્ટ કમિશનર,તમામ ડીસીપી, તમામ એસીપી અને પીઆઇ હાજર રહેતા હતા અને કોન્ફરન્સમાં ગુનાઓનું પ્રમાણ, અરજીનો નિકાલ,ડિટેક્શન જેવા મુદ્દા મહત્વના રહેતા હતા.
હવે નવા પોલીસ કમિશનરે ઝોન દીઠ ક્રાઇમ કોન્ફરન્સ બોલાવી છે.જેમાં ચાર ઝોન માંથી બે ઝોનની કોન્ફરન્સ બે દિવસમાં થઇ ગઇ છે.જ્યારે બાકીના ઝોનની કોન્ફરન્સ આગામી બે દિવસમાં યોજાશે.