ઇવા મોલ અને તક્ષ ગેલેક્સીમાં ગેમ ઝોન ચલાવનાર સામે ગુનો

સેવાસીના સ્નો સિટિના સંચાલક પણ ચપેટમાં આવ્યાઃપોલીસ કમિશનર કચેરીની પરમિશન લીધીનહતી

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
ઇવા મોલ અને તક્ષ ગેલેક્સીમાં ગેમ ઝોન ચલાવનાર સામે ગુનો 1 - image

 વડોદરા,રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ  તંત્ર સતર્ક થયું છે. જરૃરી પરમિશન વગર ગેમ ઝોન ચલાવતા સંચાલકો સામે પોલીસે ગુનો દાખલ કરવાનું શરૃ કર્યુ છે. ચોવીસ કલાક દરમિયાન પોલીસે વધુ ચાર ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે.

રાજકોટમાં સર્જાયેલી  ગેમઝોનની દુર્ઘટના બાદ ં કોર્પોેરેશન,પોલીસ તેમજ અન્ય સરકારી વિભાગની ટીમો સક્રિય થઇ છે. જરૃરી  પરમિશન વગર ગેમ ઝોન ચલાવતા સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહી છે.  જેમાં (૧) માંજલપુર ઇવા મોલની અંદર બીજા માળે લીયો ગેમ ઝોન નાઇટ ગેમ ઝોનના સંચાલક અશોક નાથાભાઇ પટેલ ( રહે. ત્રિવેણી એન્કલેવ, આણંદ, વિદ્યાનગર) (૨) ઇવા મોલ અમીબા ગેમ ઝોનના સંચાલક પરમજીતસીંગ દિવાનસીંગ દિંગર ( રહે. મારૃતિ  હાઇટ્સ, છાણી દુમાડ રોડ) તથા હનિફ જુસાબભાઇ શીવાની (રહે. કન્નીગમ રોડ, બેંગલોર) (૩) વાઘોડિયા ચોકડી તક્ષ ગેલેક્સી મોલના સંચાલક જીત પંકજભાઇ પટેલ ( રહે. તક્ષ આઇરીસ, વાસણા રોડ) અને (૪) સેવાસી ખાતે સ્નો સિટિના સંચાલક સુરેન્દ્ર શાલીગ્રામ પાટીદાર (એસઆર વિલા,રિશિનગર પાસે,ભોપાલ,મધ્યપ્રદેશ) તેમજ વિશાલહરિશઊભાઇ કટારીયા(કોરલ કોટેજ,ભોપાલ,મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News