UK મોકલવાના નામે રૃ.14.67 લાખ પડાવી લેનાર એજન્ટ સામે ગુનો
વડોદરાઃ પરિણીતાને યુકે મોકલવાના નામે સયાજીગંજ વિસ્તારના વિઝા કન્સ્લટન્ટે રૃ.૧૪.૬૭ લાખ પડાવી લેતાં સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.
ન્યુ વીઆઇપી રોડ પર શિલ્પ ટેનામેન્ટમાં રહેતા અભિષેક ઠાકોરે પોલીસને કહ્યું છે કે,મારી પત્નીને યુકે મોકલવા માટે સયાજીગંજ બીબીસી ટાવર પાસે સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં વિઝાનું કામ કરતા નૈનેશ પટેલ અને ધૈર્ય પટેલ સાથે મુલાકાત થઇ હતી.
બંને જણાએ વિઝા અને સ્પોન્સર લેટર અપાવવાની લોભામણી વાતો કરી પ્રોસેસ ફી માટે રૃ.૧૭.૨૭ લાખ લીધા હતા.પરંતુ ત્યારબાદ તેમણે કામ કર્યું નહતું.જેથી રૃ.૨.૬૦ લાખ પરત કરી બાકીની રકમ હજી આપી નથી.સયાજીગંજ પોલીસે ઓફિસ સંચાલક નૈનેશ નરેન્દ્રભાઇ પટેલ,ધૈર્ય નૈનેશપટેલ(બંને રહે.માધવબાગ સોસાયટી,મકરપુરા રોડ) અને હાલમાં યુકેમાં રહેતા દર્શક પટેલ(મૂળ રહે.ભારેલ ગામ,બોરસદ,આણંદ)સામે ગુનો નોંધ્યો છે.