ક્રિકેટ વર્લ્ડ કપ : વિજય અંગે ભારત સટ્ટા બજારમાં હોટ ફેવરિટ

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
ક્રિકેટ વર્લ્ડ કપ : વિજય અંગે ભારત સટ્ટા બજારમાં હોટ ફેવરિટ 1 - image


                                                            Image Source: Freepik

સટોડીયાઓને સટ્ટો ખેલતા રોકવા તમામ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ

વડોદરા, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ફાઇનલની ક્રિકેટ મેચ તા. ૧૯ મીએ રમાવાની છે. જેમાં ભારતની ક્રિકેટ ટીમ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ બની છે આ અંગે કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાઈ શકે છે તેમ સટ્ટા બજારનું માનવું છે. આ અંગેનો ભાવ ભારતની ટીમ માટે 50 પૈસા અને ઓસ્ટ્રેલિયાની  ટીમનો ભાવ બે રૂપિયા  બોલાઈ રહ્યો હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ક્રિકેટ મેચની પ્રથમ સેમી ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી હાઈ સ્કોરિંગ દિલધડક આ મેચમાં છેલ્લી  ૧૫ ઓવરમાં મેચનું પાછુ બદલાઈ ગયું હતુ. જેમાં ન્યૂઝીલેન્ડનો ૭૦ રનથી પરાજય થયો હતો. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. 

જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં પ્રારંભિક તબક્કાથી જ ઓસ્ટ્રેલિયાએ પકડ જમાવી હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ લીધી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાના બોલરો સામે ઓસ્ટ્રેલિયાના  બોલરો સામે હાઈ સ્કોર બનાવી શકી ન હતી.

જ્યારે બીજા ગામમાં આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી જ મેચ ઉપર પકડ જમાવી દીધી હતી પરંતુ બીજા સ્પેલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારવા છતાંની કશ્મકસ ભરી રમતમાં અંતે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

આમ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા ૧૯મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ક્રિકેટ મેચ કલકત્તા ખાતેના ઇડન ગાર્ડન મેદાનમાં રમાઈ હતી. જેથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે બંને બાહુબલી ટીમો છે. 

આમ છતાં વર્લ્ડ કપ ક્રિકેટ મેચની શરૂઆતથી જ જીતનો સિલસિલો શરૂ કરીને ભારતીય ટીમે પ્રાથમિક તબક્કાથી જ સેમી ફાઇનલ  સુધીની તમામ મેચમાં વિજય મેળવ્યો હતો. જોકે ભારતીય ક્રિકેટ ટીમને સ્થાનિક દર્શકોનો અનેક ગણો સપોર્ટ મળતો રહ્યો હતો.

હવે જ્યારે અમદાવાદ ખાતે ક્રિકેટ વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ તા. ૧૯મી રમાવાની છે. આ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એવી પૂરેપૂરી શક્યતા છે જેને પગલે સિક્યુરિટી ટાઇટ કરવાના પણ આદેશો આપી દેવાયા છે. આમ ભારતીય ક્રિકેટ ટીમ શરૂઆતથી જ તમામ અન્ય દેશો સામેની મેચ જીતીને અજય રહ્યું છે જેથી ક્રિકેટ સટ્ટા બજારમાં ભારતીય ટીમને સ્થાનિક દર્શકોની સહાનુભૂતિ મળતી હોવાના કારણે હોટ ફેવરિટ મનાઈ રહી છે. આ ઉપરાંત ભારતીય ટીમનો પણ ગ્રાફ ઘણો ઊંચો છે. અને વર્લ્ડ કપ -૨૦૨૩ જીતવા માટે થનગની રહી છે. જેથી સટ્ટા બજારમાં પણ ભારતની ટીમ હોટ ફેવરિટ ગણાઈ રહી છે અને સટ્ટા બજારમાં ભારતીય ટીમનો ભાવ 50 પૈસા બોલાઈ રહ્યો હોવાનું કહેવાય છે. 

જ્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમ અંગે સટ્ટા બજારમાં  બે રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો હોવાનું કહેવાય છે. જોકે સટોડીયાઓને સટ્ટો ખેલતા રોકવા અંગે તમામ સ્થાનિક પોલીસે પણ કમર કસી છે.


Google NewsGoogle News