ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતો સટોડીયો ઝડપાયો : રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતો સટોડીયો ઝડપાયો : રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image

વડોદરા,તા.9 ઓક્ટોબર 2023,સોમવાર

હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપના કારણે શહેરમાં ગલીએ ગલીએ ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. પોલીસ તંત્ર તેના પર સતત નજર રાખી રહ્યું છે. દરમિયાન વારસિયા વિસ્તારમાં કારમાં બેસી દુબઈના બુકી પાસેથી આઇડી લઈને ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા એક સટોડીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. તેના આઈડી પરથી ઓનલાઇન 20 ગ્રાહકો રમતા હતા. તેની પાસેથી બે મોબાઈલ રોકડ રકમ અને કાર મળી 4.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં જ શરૂ થયેલા ક્રિકેટ વર્લ્ડ કપને લઈ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર હાલમાં છવાયેલો છે. જેના કારણે ક્રિકેટ રશિયાઓ સાથે ક્રિકેટ રમનાર સટોડીયા ઓ અને બુકીઓ પણ ગેલમાં આવી ગયા છે. વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે વિસ્તાર પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મોતીનગર ત્રણ રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે વારસીયા ઢાળ ઉતરતા સાઇબાબા એપાર્ટમેન્ટ પાસે ગૂરૂ કૃપા ઓટો સર્વીસ નામની ગેરેજ પાસે રોડ ઉપર એક કારમાં નિલેશ ઉર્ફે બબુ નાથાણી માસ્ટર આઇ.ડી રાખી વર્લ્ડ કપ ટુર્નામેંટની ભારત તથા ઓસ્ટ્રેલીયાની મેચ ઉપર ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે ઓનલાઇન આઇ.ડી તેના ગ્રાહકોને આપે છે અને હાલમાં તે સ્થળ પર કારમાં બેસેલો છે. જેના આધારે વારસિયા પોલીસની ટીમે બાતમી વાળી જગ્યા પાસે રોડ પાસે પાર્ક કરેલી કારમાં તપાસ કરતા એક શખ્સ હતો.તેને તેનુ નામ ઠામ પુછતા નિલેશ ઉર્ફે બબુ કનૈયાલાલ નાથાણી (રહે.સંતકવર કોલોની, વારીયા, વડોદરા) હોવાનુ જણાવ્યું હતું. તેની અંગ ઝડતી કરતા રોકડા રૂપીયા 12,660 મળી આવ્યા હતા. તેની પાસેથી મળેલા બે મોબાઇલ ચેક કરતા ગૂગલ ક્રોમમાં એક માસ્ટર NATKHATEXCH.COM નામની માસ્ટર આઇ.ડી, મળી આવી હતી. જે આઇ.ડી. હિતેશ ભૈયા (રહે. દુબઇ) તેના ગ્રાહકોને ઓનલાઇન આઇ.ડી. સટ્ટો રમવા માટે આપે છે. મે આઇ.ડી ના યુઝર આઇ.ડી પાસવર્ડ મેં હિતેશ પાસેથી ખરીદ્યું છે. હું મારા અન્ય ગ્રાહકોને ક્રિકેટ સટ્ટો રમવા માટે અને તેમાં ગ્રાહકોને વેચેલ આઇ.ડી. માં બેલેન્સ હું કરી આપુ છુ. મારી પાસેની NATKHA TEXCH.COM નામની આઇ.ડીમાં 30,00,000 (ત્રીસ લાખ) નું બેલેન્સ છે. જેથી વારસિયા પોલીસે રોકડા રૂ.12660, બે મોબાઈલ, કાર મળી 402660 રૂપિયાનો મુદ્દામાલ સાથે નિલેશ નાથાણીની અટકાયત કરી છે.

દુબઈના બુકી હિતેશ ભૈયાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સટોડીયાની લિસ્ટ નિલેશ નાથાણીના આઇડી પર 20 ગ્રાહકો સટ્ટો રમતા હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News