પોલીસ સ્ટેશનમાં નાગરિકોને આવવું ના પડે તેવો માહોલ ઉભો કરો
વ્યાજખોરો સામેની ઝુંબેશના કારણે લોકોે વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર આવ્યા
વડોદરા,પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લઈને આવતા સામાન્ય નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ. તેમજ પોલીસ સ્ટેશનમાં કોઈપણ નાગરિકને આવવું જ ના પડે તેવો સાનુકૂળ માહોલ ઉભો કરવા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું છે.
વડોદરા પોલીસ ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામગીરી કરી રહી છે જેને પરિણામે સામાન્યજનનો પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.ગૃહ મંત્રીએ કહ્યું કે,પોલીસ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી સામાન્ય લોકોને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢયા છે.તેમજ ડ્રગ્સ સામે મક્કમતાથી કાર્યવાહી કરી યુવાધનને બચાવ્યું છે.
વિધાનસભાના દંડકે જણાવ્યું હતું કે, વડોદરા જેમ સીસીટીવી કેમેરામાં સમગ્ર દેશમાં પ્રથમ હતું તેમ ટ્રાફિક પોલીસને આપવામાં આવનાર એસીવાળા હેલ્મેટમાં પણ પ્રથમ રહ્યું છે.