આવતીકાલે વડોદરા શહેર-જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોના 5991 શિક્ષકોને સીપીઆરની તાલીમ અપાશે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
આવતીકાલે વડોદરા શહેર-જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોના 5991 શિક્ષકોને સીપીઆરની તાલીમ અપાશે 1 - image


વડોદરા, તા. 02 ડિસેમ્બર 2023 શનિવાર

નાની વયના લોકોને અને તેમાં પણ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવતો હોવાના કિસ્સા વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે આવતીકાલ, રવિવારે રાજ્યના ૮૮૦૦૦ જેટલા શિક્ષકોને સીપીઆર(કાર્ડિઓપલમોનરી રિસસ્ટિકેશન)ની તાલીમ આપવાનુ નક્કી કર્યુ છે.

જેના ભાગરુપે વડોદરા શહેર અને જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, તથા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ૫૯૯૧ શિક્ષકોને પણ સીપીઆર તાલીમ આપવામાં આવનાર છે.

વડોદરા શહેર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના લગભગ ૨૫૦૦ જેટલા શિક્ષકોને આવતીકાલે, રવિવારે સવારે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સીપીઆર તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.જે સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના ૪૦૦ જેટલા શિક્ષકોને પણ અહીંયા જ સીપીઆર ટ્રેનિંગ અપાશે.

જ્યારે વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને વડોદરા નજીક આવેલી બે ખાનગી મેડિકલ કોલેજોમાં સીપીઆર ટ્રેનિંગ અપાશે.આ શિક્ષકોની સંખ્યા ૩૪૯૧ થવા જાય છે.

આમ કુલ મળીને ૫૯૯૧ શિક્ષકો સીપીઆર તાલિમ લેશે.સાથે સાથે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં રોકાયેલા શહેરની પ્રાથમિક સ્કૂલોના ૭૦૦ જેટલા અને જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના ૧૦૦૦ જેટલા શિક્ષકોને ૧૭ ડિસેમ્બરે બીજા તબક્કામાં સીપીઆરની તાલીમ આપવામાં આવશે.


Google NewsGoogle News