વલસાડ એસ.પી. કરણરાજસિંહ સહિત પાંચ સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટનો આદેશ
ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરનું અપહરણ કરીને માર મારવાનો આક્ષેપ
વડોદરા : માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્યુટર એન્જિનિયરને ખાનગી કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડ એસ.પી. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે.
આરોપીઓમાં માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ શેલાણા, હે.કો. ઠાકોરભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવીનો સમાવેશ
અહી મારા પિતા અને મારી પત્ની જે ભાવનગરમાં એ.એસ.આઇ. છે તેઓ દોડી આવ્યા હતા તો પીએસઆઇ શેલાણાએ મારી પત્નીને સસ્પેન્ડ કરી દેવાની અને પિતાનું પેન્શન બંધ કરી દેવાની ધમકી આપી હતી પછી મને લોકઅપમાં લઇ ગયા હતા અને ત્રણ દિવસ સુધી સતત ઢોર માર માર્યો હતો. તા.૧ ડિસેમ્બરે તત્કાલીન ડીએસપી કરણરાજસિંહ આવ્યા હતા અને તેઓએ સાંજે ૬ થી ૮ બે કલાક સુધી લોકઅપમાં પીવીસીની પાઇપથી ખુબ માર માર્યો હતો અને પોલીસ વિરૃધ્ધ ફરિયાદ કરીશ તો પત્નીને સસ્પેન્ડ કરવાની અને પિતાનું પેન્શન બંધ કરવાની ધમકી આપી હતી. બીજા દિવસે મને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પછીના દિવસે હું જામીન પર મુક્ત થયો હતો.
આશીષની દુકાનની બહાર કારનો સોદો થયો હતો
ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયર આશીષ ચૌહાણનું અપહરણ કરીને ઢોર માર મારવાનો પોલીસ અધિકારીઓ સામે આરોપ લાગ્યો છે તે કેસ હકિકતે વાહનચોરીનો છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાઇ હતી કે વડોદરાના રહિશે ઇકો કાર ખરીદી હતી જે કાર ચોરીની નીકળી હતી. આશીષ ચૌહાણના વકીલનું કહેવું છે કે આ કારનો સોદો આશીષ ચૌહાણની દુકાનની બહાર થયો હતો જેમાં આશીષનો કોઇ રોલ નથી છતા આશીષને ઉઠાવીને તેને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો.
આરોપીઓ સામે 12 ડિસેમ્બરે સમન્સ ઇશ્યુ થશે
ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયર આશીષ ચૌહાણનું અપહરણ કરીને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને માર મારવાના બનાવમાં વલસાડના એસ.પી.કરણરાજસિંહ વાઘેલા, માંજલપુરના પૂર્વ પીએસઆઇ બી.એસ.શેલાણા સહિતના આરોપીઓ સામે તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સમન્સ ઇશ્યુ કરવા કોર્ટે હૂકમ કર્યો છે.