વડોદરા નજીક વિરોદની સીમમાં આશરે 21 કરોડની જમીન પાંજરાપોળને સોંપી દેવા કોર્ટનો હૂકમ
લાંબા સમયથી ગણોતિયાઓ અને પાંજરાપોળ વચ્ચે ચાલતો વિવાદ ગત વર્ષે કોર્ટમાં પહોંચ્યો હતો, કોર્ટે ગણોતિયાઓનો દાવો ફગાવી દીધો
વડોદરા : વડોદરા નજીક વિરોદ ગામની સીમમાં આવેલી ૭ લાખ સ્કેવર ફૂટ જમીનનો કબજો વડોદરા પાંજરાપોળ ટ્રસ્ટને સોંપી દેવા માટે વડોદરા સિવિલ કોર્ટે હુકમ કર્યો છે. લાંબા સમયાૃથી આ જમીનનો વિવાદ ચાલતો હતો, જેના પર ગણોતિયાઓનો કબજો હતો. વિવાદનો અંત નહી આવતા આખરે પાંજરાપોળના ટ્રસ્ટીઓ કોર્ટમાં પહોંચ્યા હતા જ્યાં કોર્ટે પાંજરાપોળની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
વિરોદની સીમમાં આશરે ૬૦૦ એકર જમીન વડોદરા પાંજરાપોળ હસ્તક છે. આ જમીન પૈકી ત્રણ સર્વે નંબરની મળીને અંદાજે રૃ. ૨૧ કરોડની ૭ લાખ સ્ક્વેર ફૂટ ઉપર તલજાભાઇ મોતીભાઇના વારસદારો પ્રભુદાસ તલજાભાઇ અને રમેશભાઇ તલજાભાઇ તાૃથા સ્વ. કાંતિભાઇ તલજાભાઇના વારસદારો કપિલભાઇ તલજાભાઇ, પીયુષભાઇ કપિલભાઇ અને મિતલુભાઇ કપિલભાઇ ગણોતિયા તરીકે પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યા હતા.
પાંજરાપોળના ટ્રસ્ટી રાજીવભાઇ નવીનચંદ્ર શાહનું કહેવું છે કે લાંબા સમયાૃથી આ વિવાદ ચાલતો હતો. ટ્રસ્ટ દ્વારા તેઓને સમજાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ દાવો ચાલુ રાખતા ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં જવાનો નિર્ણય કરાયો હતો. કોર્ટે તમામ દસ્તાવેજોનું નિરીક્ષણ કરીને પાંજરાપોળનો દાવો મંજુર રાખ્યો છે અને તા.૧ જુલાઇાૃથી ૩ સર્વે નંબરની ૭ લાખ સ્ક્વેર ફૂટ (૧૬ એકર) જમીન પાંજરાપોળને સોંપી દેવા માટે હુકમ કર્યો છે. કોર્ટે એવું પણ નોંધ્યું છે કે આ જમીન પાંજરાપોળની છે અને તેને સોંપવામાં આવતા હજારો પશુઓની સાર સંભાળ આ જમીન પર ાૃથશે.