વડોદરાના સારાભાઈ કેમ્પસમાં સલૂનની દુકાન ધરાવતા દંપતિ દ્વારા વેપારી સાથે રૂ.2.06 લાખની ઠગાઇ
image : Freepik
Vadodara Fraud Case : વડોદરા ગોરવા વિસ્તારમાં સારાભાઈ કેમ્પસમાં સલૂનની દુકાન ધરાવતા ગણપતિ દુકાનમાં ફિનિશિંગનું કામ કરાવ્યા બાદ વેપારીને રૂપિયા 2.06 લાખ નહીં ચૂકવી છેતરપિંડી હાજરી છે. જેથી વેપારીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝની બાજુમાં સીધી સમૃદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતા સત્યનારાયણ સોનારામ સુધારે પોલીસ ફરીયાદ નોંધાવી છે કે હું ગોત્રી સેવાસી મેઇન રોડ ફર્નિચરની ઓફીસ ચલાવી વેચાય ધંધો કરૂ છું. મારી આ કંપનીમાં ફર્નીચરના કામ કરવા માટે માણસો રાખ્યા છે. મારા એક મિત્ર નીકુંજભાઈ ડોબરીયા જેઓ સી.એન.સી.એન્ડ ડીઝાઈનીંગનું કામ કરે છે. ગઇ તા.05/05/2024ના રોજ નીકુંજભાઈ ડોબરીયાએ મને ફોન કરીને જણાવેલ કે, સારાભાઈ કેમ્પમાં સલૂનની દુકાન આવેલી છે જેમાં એક્રેલીક સોલીડ સરફેસિંનુ એટલે કે, ફીનીસીંગનું કામ કરાવવાનું છે તો તમે ત્યાં આવી જોઈ લેજો અને કોટેશન આપી દેજો. ત્યારબાદ આ સલૂનની દુકાને હું તથા નિકુંજભાઈ ડોબરીયા ત્યાં ગયા હતા અને તે જ દિવસે બપોરના આશરે એકાદ વાગ્યાના સુમારે આ ફીલહર પ્રિમીયમ યુનિસે સલુન એંડ ગ્રાઉન્જ નામની દુકાને કામ જોવા માટે જતા ત્યાં દુકાનના સંચાળક હેમલ નરેન્દ્ર પટેલ તથા તેમની પત્નિ અર્પીતાબેન હેમલ પટેલ બંન્ને મળ્યા હતા અને અમને સાથે રાખી તેમની દુકાનમાં ફીનીસીંગનું કામ કરવાનુ હતું.
ત્યારબાદ મારા કારીગરો તા.12/06/2024ના રોજ ફીનીશીંગના કામ માટે મોકલ્યા હતા. જેનું બીલ જી.એસ.ટી. સાથેનું કુલ રૂ.2,06,559નું તેને આપી પૈસા માટે જણાવતા તેને મને કહ્યું હતું કે તમે પહેલા કામ શરૂ કરી દો પછી તમને હું પૈસા આપીશ તેમ જણાવતા મને તેના ઉપર વિશ્વાસ રાખી દુકાનનું કામકાજ કારીગરો મારફતે તા.17/06/2024 ના રોજ પુરૂ કરી આપ્યું હતું. ત્યારબાદ મેં તેની પાસે મારા કામના નાણા માટે રૂબરૂમાં તથા અવાર નવાર ફોન દ્વારા તેમજ વોટસઅપ મેસેજ દ્વારા ઉઘરાણી કરવા છતા મને આજદિન સુધી મારા નાણા પરત કર્યા નથી અને તેની પત્નિ અર્પિતા પટેલ તેની પણ દુકાને હાજર હોય તે વખતે પણ મેં ત્યાં જઈ મારા પૈસાની માંગણી કરી હતી ત્યારે તેણીએ પણ બહાના બતાવે છે. આમ દંપતીએ મારી પાસે કામ કરાવી મને નાણા નહીં ચૂકવીને મારી સાથે છેતરપીંડી કરી છે. અને મારા બીજા ઓળખીતા નરેન્દ્ર તારાચંદ સુથાર રહે.24/25, મહાલક્ષ્મીનગર ગાયત્રી સ્કુલ પાસેએ પણ મારા મારફતે આ સલુનની દુકાનમાં દરવાજાના ગ્લાસનું કામ કરાવી તેને પણ કામના પૈસા આપ્યા નથી. દંપતિ પાસે વારંવાર માંગવા છતાં રૂ.2,06,559 મને આજદિન સુધી આપ્યા નથી. ગોરવા પોલીસે દંપતી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.