આજવા રોડ એકતા નગરમાં દંપતી પર હુમલો કરી ધમકી
ઘર પાસે પાણી છાંટવાના મુદ્દે મારામારી થઇ
વડોદરા,આજવા રોડ એકતા નગરમાં પાણી છાંટવાના મુદ્દે દંપતી પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે.
આજવા રોડ એકતા નગર જૂની મસ્જિદ પાસે રહેતા દિવ્યાંગ હમીદશા સુબ્રતીશા દિવાને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે હું મારા ઘરે હતો. મારી પત્ની ઘરની બહાર પાણી ભરતા હતા અને ઘર પાસે પાણી છાંટતા હતા. તે દરમિયાન અમારી નજીકમાં રહેતા સુગરાબેન સલીમભાઇ કહેવા લાગ્યા હતા કે, અહીંયા કોને પૂછીને પાણી છાંટો છો ? તમે અહીંયાથી નીકળી જાવ. નહીંતર જાનથી મારી નાંખીશું. તે દરમિયાન સુગરાબેનનો દીકરો પણ આવી ગયો હતો.તેણે ગાળો બોલી મને તથા મારા પત્નીને માર માર્યો હતો. સુગરાબેનના દીકરાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.