વડોદરા: કફ સીરપ કાંડના આરોપી નીતિન અને તેના પરિવારજનોનું રૂપિયા 70 લાખનું લોન કૌભાંડ
Image Source: Freepik
વડોદરા, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર
ખેડા-આણંદ જિલ્લાના કેફી પદાર્થયુક્ત કફ સિ૨૫ નેટવર્કનું પગેરૂં વડોદરા સુધી પહોંચ્યું છે ત્યારે કફ સિરપકાંડના આરોપી અને તેના પરિવારજનોના નામે કેન્દ્ર સ૨કા૨ની મુદ્રા લોન યોજના અંતર્ગત મેળવેલી લોન વ્યાજ સાથે આજે રૂા.૭૦ થી ૮૦ લાખની રકમ થઇ ગઇ છે. આ અનસિક્યોર્ડ લોન દેનાબેંકમાંથી મેળવીને પછી ભરપાઇ કરી નથી. જે અંગે હવે બેંક ઓફ બરોડાએ કેસ દાખલ કર્યા છે પરંતુ બેન્કના કોઇ અધિકારી સામે કાર્યવાહી કરાઇ નથી. કફ સિ૨૫નો છેડો છેક વડોદરા સુધી અડી જવાથી આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેની પોલીસ તપાસ કરી રહી છે તો બીજીબાજુ કફફસ૨૫ કાંડના મુખ્ય આરોપી નિતીન કોટવાણી અને તેના પરિવારજનોએ ગોરવા વિસ્તારની દેનાબેંક બ્રાન્ચમાંથી થોડા વર્ષો પૂર્વે કેન્દ્ર સરકારની મુદ્રાલોન યોજના અંતર્ગત લાખ્ખો રૂપિયાની અનસિક્યોર્ડ લોન મેળવી હતી પરંતુ આજ સુધી ભરપાઇ કરવામાં આવી નથી. તે પછી દેનાબેંક, બેંક ઓફ બરોડામાં મર્જ થઇ ગયા બાદ હવે બેંક ઓફ બરોડા દ્વારા લોનની બાકી વસૂલાતની કાર્યવાહી શરૂ કરાઇ છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા કફ સિ૨૫ કાંડના આરોપી નિતીન કોટવાણીએ પરિવારજનોના નામે જય શક્તિ સુપર સ્ટોર અને ભાવેશ સેવકાનીએ ભાવેશ ટ્રેડર્સના નામની પેઢીમાં પરિવારજનોને ભાગીદાર બનાવી દરેકના નામે લગભગ રૂા.૮ થી ૯ લાખની મુદ્દા લોન લોન લેવામાં આવી હતી. તે સમયે બેન્કના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી બધું મળીને અંદાજે રૂા.૪૫થી ૫૦ લાખની લોન મેળવી લેવામાં આવી હતી જે હજી સુધી ભરપાઇ કરવામાં આવી નહી જેથી વ્યાજ સાથે એ રકમ રૂા.૭૦ થી ૮૦ લાખની થઇ ગઇ છે. બેંક ઓફ બરોડાએ દરેક સામે કેસ દાખલ કરાયા છે. કેટલાક કેસમાં રકમ ભરપાઇ કરવા હુકમ કર્યા તો કેટલાકમાં હજુ તારીખો પડે છે. પરંતુ બેંકના અધિકારીઓ આવા કૌભાંડી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા નથી.
જય માં શક્તિ સુપર સ્ટોર અને ભાવેશ ટ્રેડર્સ ના નામે મુદ્રા લોન મેળવી હતી
જરૂરિયાતમંદ સામાન્ય માણસને બેંકના અધિકારીઓ લોન માટે ધરમધક્કા ખવડાવે છે ત્યારે આવા કૌભાંડીઓને જરૂર કરતા પણ વધારે રકમની લોન પધરાવી દેતા હોય છે. કફ સિરપ કાંડના આરોપી નિતીન કોટવાણીએ જય મા શક્તિ સુપર સ્ટોરમાં તેમના પરિવારજનોને ભાગીદાર બનાવી દીધા હતા જેમાં (૧) નિતીન કોટવાણી (૨) સીમાબેન નિતીન કોટવાણી (૩) મીરા અજીત કોટવાણી અને ભાવેશ ટ્રેડર્સના નામે (૪) ભાવેશ સેવકાની (૫) તૃપ્તિબેન સેવકાનીને દેના બેંકમાંથી મુદ્રા લોન અંતર્ગત કોઇપણ જાતની મિલકત કે કોઇ ડિપોઝીટ મુકાવ્યા વગર જ અનસિક્યોર્ડ લોન આપી દેવામાં આવી હતી ત્યારબાદ દેનાબેંક અને બેંક ઓફ બરોડા મર્જ થઇ જતા બેંક ઓફ બરોડાએ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે લોન પધરાવી દેનાર બેંકના અધિકારીઓ સામે કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી
ડુપ્લીકેટ સેનેટાઈઝર કૌભાંડમાં પણ નીતિન સહિત છ વ્યક્તિ સામેલ
કોરોનાકાળમાં ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવી વેચાણ કરવાનું કૌભાંડ આચરનારા સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી અને તેમાં પણ નિતીન કોટવાણી, આશાબેન, તૃપ્તિબેન સેવકાની, ભાવેશ સેવકાની, સુનીલ પારીયાની અને લખવીરસિંહ જાડેજાને આરોપી તરીકે દર્શાવાયા હતા.