વડોદરા કોર્પોરેશનના ટીડીઓના પીએ દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો

યોગેશ પરમાર પાસેથી પરફ્યૂમ, કાજુ-બદામ અને મિઠાઇના પેકેટો પણ મળ્યા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના ટીડીઓના પીએ દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો 1 - image

તા.૧૨ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર(ટીડીઓ) જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યૂટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને આજે વડોદરા એસીબીએ રૃા.૧.૫ લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડયા હતાં. સાંજે એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દોઢ લાખની લાંચ ઉપરાંત પરફ્યૂમ, કાજુ-બદામ અને મિઠાઇઓના પેકેટો પણ એસીબી દ્વારા કબજે કરવામાં આવ્યા હતાં. પીએ યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.




Google NewsGoogle News