વડોદરા: જર્જરિત ઇમારતોને બંધ કરી દેવા મામલે પણ કોર્પોરેશનની વહાલા દવલાની નીતિ
36 વર્ષ પહેલા બનેલા અકોટા અતિથિ ગૃહ ની હાલત જર્જરિત છતાં તે બંધ નથી કરાયું
વડોદરા, તા. 08 ફેબ્રુઆરી 2024 બુધવાર
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કાંડ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરીત થયેલી ઇમારતોને નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાય છે તે આક્ષેપ કોંગ્રેસના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર દ્વારા કરાયો છે .તેમના કહેવા મુજબ છેલ્લા ઘણા દિવસોથી અતિથિગૃહ હોય કે સરદાર પટેલ માર્કેટ કે પછી સરકારી શાળા હોય રોજબરોજ કામ નબળું હોવાનું બહાનું બતાવીને બંધ કરવાની નોટિસો આપવાનું હાલ ચાલી રહેલ છે, પરંતુ જે ખરેખર જર્જરીત છે તે અકોટા અતિથિગૃહ ને બંધ કરવાની નોટિસ જ અપાઈ નથી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરતું ફંડ આપીને જે તે મિલકતો માટે અલગ ફંડની વ્યવસ્થા કરીને તેને વાપરીને મરામત યોગ્ય રીતે થાય તે જોવાની જવાબદારીમાંથી છટકતા અધિકારીઓ સામે દંડનીય પગલાં નથી અકોટા અતિથિગૃહ તારીખ ૨૯-૦૪- ૧૯૮૮ ના રોજ તે સમયના મેયર દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ હતું અકોટા અતિથિગૃહ હાલમાં જે અતિથિ ગૃહો બંધ કરવામાં આવેલ છે તેના કરતાં પણ વધુ ખરાબ છે આ બાબતે તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરાવી કાર્યવાહી કરવા માંગ કરી છે.