Get The App

કોર્પોરેશનની ફૂડ શાખાએ મીઠાઈ સહિતના ૯૦ સેમ્પલ લીધા : દિવાળી પછી રિપોર્ટ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનની ફૂડ શાખાએ મીઠાઈ સહિતના ૯૦ સેમ્પલ લીધા :  દિવાળી પછી રિપોર્ટ 1 - image


તહેવારોને અનુલક્ષીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં

ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત ૫૦૦થી વધુ હોકર્સને તાલીમ પણ આપવામાં આવી : રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયા

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત દિવાળીના તહેવારોને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારોમાંથી મીઠાઈ, માવા સહિતના ૯૦થી વધુ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો બાદ તેનું પરિણામ ફૂડ શાખાને મળશે.

હાલમાં દિવાળીના તહેવારોને પગલે શહેરમાં મીઠાઈ બજાર ધમધમી રહ્યું છે તેની સાથે ખાણીપીણીની પણ સંખ્યાબંધ દુકાનો ખુલી ગઈ છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ફૂડ સેફટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દિવાળીના તહેવારોમાં વહેંચાતી તમામ ખાદ્યચીજો આવરી લેતા એન્ફોર્સમેન્ટ નમુનાઓ જેવા કે માવો, મીઠો માવો, ધી, તેલ, સ્પાઇસીસ, બરફી, મીઠાઇ, ફરસાણ, ડ્રાયફુટ, દુધ અને દુધની બનાવટોના કુલ ૯૦ જેટલા નમુનાઓ લઇ ગુજરાત રાજયની ફૂડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે તો પખવાડીયામાં જન જાગૃતિ લાવવા માટે નાસ્તાની નાની લારીઓ તથા નાના પાયે નાસ્તાનું વેચાણ કરતા ૫૦૦ જેટલા હોકરોને ફોસ્ટેકની ટ્રેનીંગ તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ સીડયુલ-૪ અન્વયેની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન માટે સમજણ આપવામાં આવી હતી. તેઓને હાઇજીન કીટ તથા ફોરસ્ટેક ટ્રેનીંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં. લાયસન્સ-રજીસ્ટ્રેશન અર્થે માહિતી આપી હતી. જેમાં બે લાઈસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં સ્થળ પર જ કુલ ૪૦ જેટલા રજીસ્ટ્રેશન ફુડ બીઝનેશ ઓપરેટરને આપવામાં આવ્યા હતા. ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળો પર ખાદ્યચીજો જેવી કે તળાવમાં આવતા તેલ, મીઠું, મીઠાઇ પરની વરખ, ઘી, દૂધ, સ્પાઇસીસની આકસ્મીક પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી તો કુલ ૨૦૫ નમુનાઓની ચકાસણી સથળ પર જ કરવામાં આવી હતી.


Google NewsGoogle News